Last Modified: અમદાવાદ, , શનિવાર, 21 મે 2016 (12:36 IST)
ઘો.10નુ પરિણામ તા.24મી મે એ આવશે
ચાલુ વર્ષે ગુજરાત શિક્ષણ બોર્ડના પરિણામ જાહેર કરવાની પ્રણાલી તૂટવા જઈ રહી છે. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ સામાન્ય પ્રવાહને બદલે ધોરણ-૧૦ના પરિણામ જાહેર કરવામાં આવશે. આગામી તારીખ ૨૪મી મેના રોજ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુજરાત શિક્ષણ બોર્ડના જણાવ્યા મુજબ, ધોરણ-૧૦નું પરિણામ તૈયાર થઈ ગયુ છે. જેથી તે ૨૪મીએ આપી દેવાશે. પરંતુ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રોસેસમાં છે. દર વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં ધોરણ-૧૨ સાયન્સ, કોમર્સ અને ધોરણ-૧૦ની બોર્ડની પરિક્ષા બાદ મે મહિનામાં અંત સુધીમાં ધોરણ-૧૨ના પરિણામ અને જુનના પ્રથમ સપ્તાહમાં ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરાય છે.
જેમાં સૌ પ્રથમ ધોરણ-૧૨ સાયન્સનું અને ત્યારબાદ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાય છે. આ પ્રણાલી એટલા માટે ઊભી કરવામાં આવી છે. ધોરણ-૧૨ના પરિણામો બાદ યુજીના વિવિધ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા મોડી ન થાય. પરંતુ આ વર્ષે ધોરણ-૧૨ સાયન્સના પરિણામ બાદ ધોરણ-૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડના અધિકારીઓનું કહેવુ છે કે, આ વર્ષે તમામ પરિણામો વહેલા આપવામાં આવનાર છે. ત્યારે સૌપ્રથમ ધોરણ-૧૨ સાયન્સનું પરિણામ તૈયાર થઈ ગયુ હતું. જેથી તે આપી દેવાયુ છે. પરંતુ ધોરણ-૧૨ કોમર્સનું પરિણામ હજુ સુધી સંપૂર્ણ તૈયાર થયુ નથી. હજુ કેટલીક પ્રોસેસ બાકી હોય તે ૨૭મી પછી જાહેર થાય તેવી શક્યતા છે.