શુક્રવાર, 29 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગાંધીનગર , ગુરુવાર, 6 ફેબ્રુઆરી 2020 (12:31 IST)

ગાંધીનગર: ભેખડ ધસી પડતાં 5 મજૂરો દટાયા

- ૪ મજુરોને બહાર કાઢી લેવામાં આવ્યા ચારેચાર ને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
 
- એક મજૂર હજુ દટાયેલો તેના પગ કઢાવ્યા હોવાથી તેની બચાવ કામગીરી ચાલી રહી છે
 
ગાંધીનગરના કોબા સર્કલ નજીક આવેલા રાહેજામાં ભેખડ ધસી પડતાં 5 મજૂરો દટાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 5 મજૂરોમાંથી 4 મજૂરોને રેસક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા છે. બાહર કાઢવામાં આવેલા તમામ મજૂરો સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે દટાયેલા એક મજૂરને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે 108નો કાફલો પહોંચી ગયો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ થોડા દિવસો પહેલાં રિલાયન્સ ચોકડી પાસે ચાલુ બાંધકામમાં ભેખડ ધસી પડતાં એક એન્જિનિયર સહિત ચારના મોત ની ઘટના બની હતી. ગુડા દ્વારા બાંધકામ સાહેબને સીલ મારવામાં આવ્યું હતું. સમગ્ર બનાવ સંદર્ભે ગાંધીનગર પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. 
 
ગાંધીનગર ઇન્ફોસિટીની પાછળની સાઈડ એ આવેલી રિલાયન્સ ચોકડી પાસે પ્રમુખ ઓરબીટ નામની કોમર્શિયલ બાંધકામ સાઈડમાં બુધવારે બપોરે ભેખડ ધસી પડવાની ઘટના બની હતી જેમાં એક એન્જિનિયર અને 3 સર્વેની કામગીરી કરી રહેલા લોકો ભેખડ નીચે દબાઈ ગયા હતા. જેઓને જેસીબીની મદદથી બહાર કાઢવા પડયા હતા. ગંભીર ઈજાગ્રસ્ત થતા ચારે લોકોને ગાંધીનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે ચારેયનું કરૂણ મોત ગંભીર ઈજાઓને કારણે થયું હતું.