સંજય ચુંટણી લડી શકશે નહીં

લખનઉ | વેબ દુનિયા| Last Modified મંગળવાર, 31 માર્ચ 2009 (14:25 IST)

સમાજવાદી પાર્ટીનાં લખનઉનાં ઉમેદવાર અને ફિલ્મસ્ટાર સંજય દત્ત ચુંટણી લડી શકશે નહીં. તેથી તેની જગ્યાએ કોણ ઉમેદવાર બનશે, તેની અટકળો શરૂ થઈ ગઈ છે.

સંજય દત્ત પર ગેરકાયદેસર રીતે ઘાતક હથિયારો રાખવાનો કેસ ચાલી રહ્યો છે. જેની પર સુપ્રિમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. જેમાં સંજય દત્તે તેને ચુંટણી લડવાની મંજૂરી આપવા અરજી કરી હતી. પણ સુપ્રિમ કોર્ટ તે અરજીને ફગાવી દીધી છે.

આમ મુન્નાભાઈ સંજય દત્તનું સાંસદ બનવું લગભગ અશક્ય છે. જો કે સમાજવાદી પાર્ટીએ જણાવ્યું હતું કે સંજય દત્ત ચુંટણી લડી ન નહીં શકે, તો તેની જગ્યાએ તેની પત્ની માન્યતા ચુંટણી લડશે.


આ પણ વાંચો :