શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 13 ઑગસ્ટ 2022 (17:33 IST)

દિલ્હીમાં મંકીપોક્સનો 5મો દર્દી મળ્યો, 22 વર્ષની મહિલા LNJP હોસ્પિટલમાં દાખલ

દિલ્હીમાં મંકીપોક્સનો પાંચમો કેસ નોંધાયો છે. નાઈજીરિયા ગયેલી આફ્રિકન મૂળની 22 વર્ષીય મહિલાને મંકીપોક્સની પુષ્ટિ થયા બાદ સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ડોક્ટરોની ટીમ તમામ સંક્રમિત અને શંકાસ્પદ દર્દીઓની સારવાર કરી રહી છે.
 
  આ અંગે માહિતી આપતાં લોક નાયક જય પ્રકાશ (LNJP) હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે શનિવારે જણાવ્યું કે દિલ્હીમાં મંકીપોક્સનો 5મો કેસ નોંધાયો છે. ડૉ. સુરેશ કુમારે જણાવ્યું કે શુક્રવારે 22 વર્ષની મહિલાના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા અને તે હાલમાં હૉસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છે.