PM મોદીએ ફરી સૌને ચોંકાવ્યા, બીજેપી સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર
પ્રધાનમંત્રી નરેન્દ મોદીએ એકવાર ફરી સૌને ચોકાવ્યા છે રાજસ્થાનના કોટાથી બીજેપી સાંસદ ઓમ બિડલા લોકસભાના નવા સ્પીકર રહેશે. લોકસભા અધ્યક્ષનુ નામ જાહેર કરવામાં આવવા સાથે જ પીએમ મોદીએ એકવાર ફરી પોતાના નિર્ણય દ્વારા સૌને ચોંકાવી દીધા છે.
ઑમ બિડલાની પત્ની અમિતા બિડલાએ કહ્યુ કે આ અમારી માટે ખૂબ ગર્વ અને ખુશીની ક્ષણ છે. અમે તેમને પસંદ કરવા બદલ કેબિનેટના ખૂબ આભારી છીએ
લોકસભા અધ્યક્ષની ચૂંટણી આજે થવાની છે. તે દ્રષ્ટિથી લોકસભા સ્પીકરના પદને લઇ જુદી-જુદી અટકળો લગાવામાં આવી રહી હતી. ભાજપમાંથી જીતીને આવેલા વરિષ્ઠ નેતાઓના નામ પર મંથન ચાલી રહ્યું હતું.
લોકસભા અધ્યક્ષ બનવાની રેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી, રાધામોહન સિંહ, રમાપતિ રામ ત્રિપાઠી, એસએસ આહલુવાલિયા અને ડૉ.વીરેન્દ્ર કુમાર જેવા કેટલાંય દિગ્ગજ નેતાઓના નામ સામેલ કહેવાતા હતા. મોદી સરકારના 2.0મા લોકસભા અધ્યક્ષના પદ પર કોણ બિરાજમાન થશે, તેનો નિર્ણય હવે થઇ ગયો.
ઓમ બિરલા આજે જ ઉમેદવારી નોંધાવશે, ત્યારબાદ બુધવારના રોજ ગૃહમાં તેના પર મતદાન થશે. કારણ કે NDAની પાસે લોકસભામાં બહુમતી છે, એવામાં લોકસભા સ્પીકર બનવાનું નક્કી મનાઇ રહ્યું છે.