સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: યાંગૂન , મંગળવાર, 18 જૂન 2019 (11:13 IST)

લેડી ડોક્ટરે ફેસબુક પર શેયર કરી પોતાની એવી તસ્વીરો કે મેડિકલ લાઈસેંસ થયુ રદ્દ

મ્યાંમારમાં એક સુંદર મહિલા ડોક્ટરને ફેસબુક પર પોતાની તસ્વીરો શેયર કરવી ભારે પડી ગઈ. મેડિકલ કાઉંસિલએ તેને એવી સજા આપી કે તે હેરાન થઈ ગઈ.  હવે મહિલા ડોક્ટરને આ સજાના આ નિર્ણયનો વિરોધ બતવતા તેને વ્યક્તિગત સ્વતંત્રતામાં હસ્તક્ષેપ બતાવ્યો. 
મળતી માહિતી મુજબ 29 વર્ષની મહિલા ડોક્ટર નાંગ મી સાએ સોશિયલ મીડિયા પર સ્વિમસૂટ અને લૉન્ઝરીમાં કેટલીક તસ્વીર પોસ્ટ કરી હતી. નાંગની એ ફોટોજ પર મ્યાંમાર મેડિકલ કાઉંસિલે આપત્તિ લેતા તેમને નોટિસ મોકલી હતી. 3 જૂનના રોજ મોકલાયેલ આ નોટિસમાં કહેવામાં આવ્યુ હતુ કે તેમના કપડા મ્યાંમારની સંસ્કૃતિ અને પરંપરા વિરુદ્ધ છે. તેથી તેમનુ મેડિકલ લાઈસેંસ રદ્દ કરવામાં આવી રહ્યુ છે. 
 
જાણવા મળ્યુ છે કે જાન્યુઆરીમાં મેડિઉકલ કાઉસિલે ડોક્ટરને ચેતાવણી આપી હતી.  ત્યારે નાંગે તે ફોટોઝ હટાવવાનુ વચન આપ્યુ હતુ પણ તેને પુર્ણ ન કર્યુ. 
હવે પોતાની સફાઈમાં નાંગે કહ્યુ કે તે સારવાર કરાવતી વખતે એવા કપડા નથી પહેરતી. મેડિકલ કાઉંસિલનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મ્યાંમાર પહેલાથી જ કુશળ હેલ્થ વર્કર્સની ઉણપ અનુભવી રહ્યુ છે. જેના સંબંધમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એક રિપોર્ટ પણ આપી હતી.