1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 23 જાન્યુઆરી 2023 (12:54 IST)

Video - તમિલનાડુના મંદિરમાં ક્રેન પડી, 4 લોકોના મોત, ક્રેન પરથી લટકીને ભગવાનની મૂર્તિઓને માળા પહેરાવી રહ્યા હતા

tamil nadu
તમિલનાડુના અરક્કોનમમાં મંડીયામ્મન મંદિરમાં માયિલેરુ તહેવારનાઉત્સવ દરમિયાન ક્રેન પડી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 9 લોકો ઘાયલ થયા છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ક્રેનના સંચાલકોની અટકાયત કરવામાં આવી છે. ઉત્સવમાં ક્રેનનો ઉપયોગ કરવાની મંજુરી આપવામાં આવી નહોતી.  

 
ઘટના રવિવાર સાંજની છે. અરક્કોનમના મંડીયમ્મન મંદિરમાં માયલેરુ ઉત્સવ ચાલી રહ્યો હતો. આ દરમિયાન ત્રણ લોકો ક્રેનથી લટકીને ભગવાનની મૂર્તિઓને માળા અર્પણ કરી રહ્યા હતા. ત્યારબાદ ક્રેનનો કંટ્રોલ બગડ્યો અને તે પડી ગઈ.
 
કંટ્રોલ બગડવાથી પલટાઈ ગઈ ક્રેન 
 
અકસ્માતનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઘણા લોકો ક્રેન પર લટકી રહ્યા છે. તેના હાથમાં માળા છે, તે મૂર્તિઓને હાર પહેરાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. દરમિયાન કાબૂ ગુમાવતા ક્રેન નીચે પડી હતી. અકસ્માત બાદ મંદિરમાં નાસભાગ મચી ગઈ છે. કેટલાક લોકોએ ક્રેન નીચે દટાયેલા શ્રદ્ધાળુઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.