શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: લખનઉઃ , શનિવાર, 21 મે 2022 (16:36 IST)

10 દિવસ સુધી દીકરી માતાના મૃતદેહ સાથે રહેતી હતી...અને પછી

રાજધાની લખનઉમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. માતાના મૃત્યુ બાદ પુત્રી ઘણા દિવસો સુધી મૃતદેહ સાથે એકલી જ રહેતી હતી. લાશની દુર્ગંધ પડોશીઓ સુધી પહોંચી, પોલીસને જાણ કરવામાં આવી, પછી લાશને બહાર કાઢવામાં આવી. હાલ પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. તે જ સમયે, તેમની 30 વર્ષની પુત્રીને નજીકના સંબંધીઓ પાસે મોકલી દેવામાં આવી છે.
 
ઘટના ઈન્દિરા નગર પોલીસ સ્ટેશન વિસ્તારની પોશ કોલોની મયુર રેસિડેન્સીની છે. જ્યાં HALમાંથી નિવૃત્ત એન્જિનિયર સુનીતા દીક્ષિત તેની પુત્રી સાથે એકલી રહેતી હતી. આશરે 10 વર્ષ પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ માતા-પુત્રી મયુર રેસીડેન્સીના મકાન નંબર 26માં રહેતા હતા. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે બપોરે સ્થાનિક લોકોએ ઘરમાંથી દુર્ગંધ આવવાની જાણકારી ઈન્દિરા નગર પોલીસને આપી હતી. કેટલાય દિવસો સુધી માતા-પુત્રી પડોશીઓ પણ દેખાતા ન હતા, જેથી અણગમતાના બનાવની આશકા થી પોલીસ બોલાવવામાં આવી હતી.