શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (10:32 IST)

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ, ખુદને કર્યાઆઈસોલેટ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. તેમણે પોતે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. સીએમએ લખ્યું, 'મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હળવા લક્ષણો છે. મારી જાતને ઘરમાં જ આઈસોલેટ કરી દીધી. છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ મહેરબાની કરીને ખુદ આઈસોલેટ થઈ જાવ  અને તમારો ટેસ્ટ કરાવો.