શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 એપ્રિલ 2021 (19:02 IST)

પુત્રી પર ખરાબ દ્રષ્ટિ રાખતો હતો પિતા, વિરોધ કર્યો તો કાપી નાખી ચોટલી અને વાળ ઉતારી નાખ્યા

ઉત્તરપ્રદેશના મેરઠના એક સંબંધને લજાવતો મામલો સામે આવ્યો છે.  જ્યા એક બાપ પોતાની પુત્રી પર ખોટી નજર રાખતો હતો અને સતત તેનુ યૌન શોષણ કરવાનો પ્રયત્ન કરવામા લાગ્યો હતો. જ્યારે પુત્રીએ તેનો વિરોધ કરવો શરૂ કર્યો તો તેણે પુત્રીને માર માર્યો  અને ગાળો આપી. જ્યારે મામલો વધી ગયો તો આરોપી પિતાએ પોતાની પુત્રીના વાળ ઉતારીને તેને ટકલી કરી નાખી. 
 
પીડિતાએ 112 નંબર પર ફોન કરીને પોલીસને આ ઘટના વિશે જણાવ્યુ અને યુવતીની ફરિયાદ પર આરોપીની ધરપકડ કરી લીધી. પીડિતાનો આરોપ છે કે જયારે તેની મા નમાજ કરવા બેસતી એ દરમિયાન તેના પિતા નશામાં તેની સાથે ગંદી હરકત કરવી શરૂ કરી દેતો હતો. આ વાતને લઈને ઘરમાં અનેકવાર ઝગડો પણ થયો હતો. પણ પરિવાર દ્વારા સમજાવતા અગાઉ તેણે પોલીસમાં ફરિયાદ નહોતી કરાવી. 
 
પીડિત યુવતીનો આરોપ છે કે તેના પિતા તેની સાથે છેલ્લા 3 વર્ષથી તેની સાથે આવી ગંદી હરકત કરી રહ્યા છે.  ઘર ની ઈજ્જત બચાવવા માટે તેને ક્યારેય કોઈને કશુ બતાવ્યુ નહોતુ.  પણ આ વખતે જ્યારે તેની મા નમાજ કરવા લાગી તો આરોપી પિતા તેના રૂમમાં ઘુસી ગયો અને ગંદી હરકત કરવાનો પ્રયાસ કર્યો, જ્યારે તેણે બૂમાબૂમ કરી તો તેને બળજબરીથી પકડીને તેના વાળ કાતરથી કાપી નાખ્યા અને પછી ઉસ્તરાથી તેને પુરી ટકલી કરી નાખી.  
 
બીજી બાજુ આ મામલે સીઓ કોતવાલી અરવિંદ ચૌરસિયાનુ કહેવુ છે કે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે. યુવતીની ફરિયાદના આધારે કેસ નોંધાયો છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જે હકીકત સામે આવશે તે મુજબ આગળની કાર્યવાહી કરાશે.