બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 19 એપ્રિલ 2021 (17:33 IST)

Video - , બે પૈગ લગાવશો તો કોરોના નહી થાય, દારૂની દુકાન પર પહોચેલી મહિલાએ લોકોને આપી સલાહ

કોરોના સંક્રમણની વધતી ગતિને રોકવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં એક અઠવાડિયાનુ લોકડાઉન લગાવ્યુ છે. આજે રાત્રે 10 વાગ્યાથી આગામી સોમવારની સવારે 5 વાગ્યા સઉધી કોરોના કરફ્યુ રહેશે. દિલ્હી સરકારનો આદેશ રજુ થતા જ રાજધાનીના જુદા જુદા વિસ્તારોમાં લોકોની ભીડ એકત્ર થવા માંડી. ખાસ કરીને દારૂની દુકાનો પર ગજબની ભીડ જોવા મળી રહી છે. આ જ ક્રમમાં એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા તે વિચિત્ર સલાહ આપતી દેખાય રહી છે. 

 
સમાચાર એજંસી એએનઆઈના વીડિયોમાં તમે જોઈ શકો છો કે  આ મહિલા દારૂને કોરોનાનો ઈલાજ બતાવતી જોવા મળી રહી છે. મહિલા ખૂબ બુલંદ અવાજમાં કહી રહી છે કે દિલ્હીમાં કોરોનાની રોકથામ માટે ઈંજેક્શનથી વધુ ફાયદો નહી થાય. પણ દારૂ પીવાથી બીમારી દૂર થઈ શકે છે. દારૂ ખરીદવા દુકાન પર આવેલ મહિલા કહી રહી છે. 'દિલ્હીમાં ઈંજેક્શન ફાયદો નહી કરે, આ આલ્કોહોલ ફાયદો કરશે. 
 
દિલ્હીમાં એક અઠવાડિયાના કરફ્યુનુ એલાન થતા જ એક બાજુ જ્યા પ્રવાસી મજૂર ઘરે પરત ફરી રહ્યા છે તો બીજી બાજુ રાજઘાનીમાં રહેનારા એક અઠવાડિયાનુ કરિયાણુ અને અન્ય સામાન એકત્ર કરવામાં લાગી ગયા છે.  કરફ્યુ દરમિયાન દારૂની દુકાન બંધ રહેશે. આ કારણે દારૂ પીવાના શોખીન લોકોની ભીડ દુકાન પર દેખાય રહી છે. લોકો એક એક અઠવાડિયાની દારૂ ખરીદી રહ્યા છે.  સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં મહિલા જે અંદાજથી દારૂના વખાણ કરી રહી છે, સોશિયલ મીડિયા પર યૂઝર્સ તેને લઈને ખૂબ કમેંટ્સ કરી રહ્યા છે.