Atal Bihari Vajpeyee - અટલ બિહારી વાજપેયી વિશે જાણો આ ખાસ વાતો
દેશના પૂર્વ પ્રધાનમંત્ર્રી અટલ બિહારી વાજપેયી લાંબા સમયથી બીમાર ચાલી રહ્યા છે. હાલ તેમની હાલત નાજુક છે અને એમ્સમાં તેમની સારવાર ચાલી રહી છે. અટલ બિહારી એ નેતાઓમાં સામેલ છે જેમને વિપક્ષ પણ ખૂબ જ પ્રેમ કરે છે.
આમ તો અટલ બિહારીનુ જીવન સંઘર્ષ ભર્યુ રહ્યુ. દેશ માટે તેઓ પ્રેરણાના સ્ત્રોત છે. પણ તેમના જીવનમાં વિવાદ ઓછા નહોતા. એ વિવાદો અને અટકળો પર વાજપેયીએ ખૂબ નિખાલસતાથી જવાબ આપ્યો છે.
અટલ બિહારી વાજપેયી પર કોઈ ગંભીર આરોપ તો નથી પણ એવુ કહેવાય છે કે શરૂઆતમાં કમ્યુનિસ્ટ સાથે જોડાયેલ, લગ્ન કેમ ન કર્યા અને બિહારી તેમના નામમાં કેવી રીતે જોડાયુ આ પ્રકારની તમામ રસપ્રદ વાતો પર તેમણે જવાબ પણ ગજબ અંદાજમાં આપ્યો..
કમ્યુનિસ્ટની હકીકત - વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ ઈંટરવ્યુ દરમિયાન અટલ બિહારીને કમ્યુનિસ્ટવાળી વાતને લઈને સવાલ કર્યો હતો તો તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે એક બાળકના નાતે હું આર્યકુમાર સભાનો સભ્ય બન્યો. તેના કેટલાક સમય પછી હુ આરએસએસના સંપર્કમાં આવ્યો હતો. .
આગળ તેઓ કહે છે કે કમ્યુનિઝમને મે એક વિચારધારાના રૂપમાં વાચ્યુ અને તેમાથી શીખ્યુ છે. હુ સત્તાવાર રૂપથી બધી કમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય નથી રહ્યો પણ વિદ્યાર્થી આંદોલનમાં મારી હંમેશા રૂચિ હતી. કારણ કે કમ્યુનિસ્ટ એક એવી પાર્ટી હતી જે વિદ્યાર્થીઓને સંગઠિત કરીને આગળ વધતી હતી. તેથી વિદ્યાર્થી જીવનમાં તેમના સંપર્કમાં આવ્યો અને કોલેજની વિદ્યાર્થી રાજનીતિમાં ભાગ લીધો.
નામમાં બિહારીનો મતલબ - આ વાતને લઈને પણ રજત શર્માએ એક સવાલ પુછ્યુ હતો કે અટલજી તમારા નામમાં વિરોધાંતર છે. જે અટલ છે તે બિહારી કેવી રીતે હોઈ શકે છે ? જેના જવાબમાં અટલ બિહારી વાજપેયીએ હસીને કહ્યુ હતુ કે હુ અટલ પણ છુ અને બિહારી પણ છુ. જ્યા અટલ હોવાની જરૂર છે ત્યા અટલ છુ અને જ્યા બિહારી હોવાની જરૂર છે ત્યા બિહારી પણ છુ. મને બંને વચ્ચે કોઈ અંતર્વિરોધ નથી દેખાતો
પ્રેમ સંબંધ - વરિષ્ઠ પત્રકાર કુલદીપ નૈયર મુજબ અટલ બિહારી વાજપેયી અને રાજકુમારી કૌલ વચ્ચે સંબંધોને લઈને રાજનીતિમાં ખૂબ ચર્ચા રહી. દક્ષિણ ભારતના પત્રકાર ગિરીશ નિકમે એક ઈંટરવ્યુમાં અટલ અને શ્રીમતી કૌલને લઈને કેટલીક વાતો બતાવી. તેમનુ કહેવુ હતુ કે તેઓ જ્યારે પણ અટલજીના નિવાસ પર ફોન કરતા તો મિસેજ કૌલ ફોન ઉઠાવતી હતી. એક વાર કૌલે કહ્યુ, હુ મિસેજ કૌલ, રાજકુમારી કૌલ છુ. વાજપેયીજી અને હુ લાંબા સમય સુધી મિત્ર રહ્યા છે. 40થી વધુ વર્ષોથી.
મીડિયા રિપોર્ટનુ માનીએ તો અટલ બિહારી વાજપેયીનો પ્રેમ સંબંધ નહી પણ મૈત્રીનો સંબંધ રહ્યો અને બીજી બાજુ કમ્યુનિસ્ટ સાથે ક્યારેય સત્તાવાર રૂપે જોડાયા નથી. આ એક સત્ય છે કે તેઓ કમ્યુનિસ્ટ વિચારથી પ્રભાવિત રહ્યા.