શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (12:49 IST)

Maharashtra Omicron Alert : સંક્રમણનો ભય વધવાની આશંકા, ઓમીક્રોનના ભય વચ્ચે વિદેશથી મુંબઈ પરત આવ્યા 295 લોકો, 100થી વધુ લોકો લાપતા

કોરોના વાયરસનો નવો અને ખતરનાક વૈરીએંટ ઓમીક્રોન શકય્ત રૂપથી દેશને પોતાના સંકજામાં લઈ રહ્યો છે. કોરોનાના નવા સ્વરૂપને લઈને ભય છે. મહારાષ્ટ્રમાં ઓમીક્રોન વૈરીએંટના કુલ 10 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન છેલ્લા કેટલાક દિવસોથી વિદેશથી મહારાષ્ટ્ર પહોંચેલા લગભગ 100 મુસાફરો ગાયબ થઈ ગયા છે. આ મુસાફરો વિશે કોઈપણ જાતની માહિતી નથી થઈ શકી. કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ વિજય સૂર્યવંશીએ કહ્યુ કે વિદેશથી ઠાણે જીલ્લામાં આવેલા 295 વિદેશી મુસાફરોમાંથી 109 મુસાફરો વિશે કોઈ ભાળ મળી નથી. તેમણે પીટીઆઈને જણાવ્યુ કે તેમાથી કેટલાક લોકોના મોબાઈલ ફોન બંધ હતા, જ્યારે કે કેટલાક સરનામા પર પણ તાળુ હતુ. તેના કારણે સંક્રમણ વધવાની આશંકા છે. 
 
મુંબઈમાં ઓમીક્રોનના પહેલા બે કેસ, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા થઈ 10 
 
મુંબઈમાં ગયા મહિને વિદેશથી પરત ફરેલા બે વ્યક્તિ કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપથી સંક્રમિત જોવા મળ્યા છે. મહારાષ્ટ્રની રાજઘાનીમાં વાયરસના આ નવા સ્વરૂપનો પ્રથમ મામલો છે. રાજ્યમાં હવે આ સ્વરૂપ થી કુલ મામલા વધીને 10 થઈ ગયા છે. બૃહમુંમ્બઈ મહાનગર પાલિકા તરફ થી રજુ જાહેરાતમા કહેવામાં આવ્યુ કે દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલ એક વ્યક્તિ અમેરિકાથી પરત ફર્યો અને એક વ્યક્તિ અન્ય વ્યક્તિના સંપર્કમાં હતો અને બંનેમાં ઓમીક્રોન જોવા મળ્યા છે. જાહેરાતમાં બતાવ્યુ છે કે આ બંને વ્યક્તિ કોવિડ-19 વિરોધી રસીની બંને ખોરાક લઈ ચુક્યા છે. 
 
ઓમીક્રોનનુ સંક્રમણ સુપર માઈલ્ડ, હજુ એક પણ મોત નહી 
 
ભારત અને મહારાષ્ટ્રમાં ઓમીક્રોનનુ સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાય ગયુ છે. પરંતુ વિશેષજ્ઞોના મુજબ તેનો પ્રભાવ સુપર માઈલ્ડ એટલે કે અતિ સૌમ્ય છે.  અત્યાર સુધી ભારતમાં ક્યાય પણ ઓમીક્રોન સંક્રમણ થી કે પણ મોતના સમાચાર સામે આવ્યા નથી. જેનુ એક કારણ એ પણ બતાવાય રહ્યુ છે કે ઓમીક્રોનથી સંક્રમિત લોકો વેક્સીન લઈ ચુક્યા છે.