મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 11 ડિસેમ્બર 2021 (14:09 IST)

ઓમિક્રોન વેરિએંટથી બચાવી શકે છે હાઈબ્રિડ ઈમ્યુનિટી, વિશેષજ્ઞ બોલ્યા, ભારતમાં આ લોકોને સંકટ ઓછુ

કોરોના વાયરસના નવા મ્યુટેંટ ઓમિક્રોન (Omicron)એ એકવાર ફરી આ બીમારીના ડરને વધારી દીધુ છે. વિશ્વના અનેક દેશો પછી ભારતમાં પણ આ વેરિએંટના અનેક દરદી મળ્યા પછી અહી પણ તેને લઈને નજર રાખવામાં આવી રહી છે. ડબલ્યુએચઓ અને વિશ્વના તમામ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આ વેરિએંટને લઈને ચિંતામાં છે પણ અત્યાર સુધી તેને લઈને પાક્કા પુરાવા સામે આવ્યા નથી. જેનાથી જાણ થઈ શકે કે આ વેરિએંટ કેટલો ખતરનાક છે. જો કે કોરોના વાયરસ   (Corona Virus) ને લઈને થયેલા તમામ અભ્યાસ પછી આ નક્કી થયુ છે કે જેની ઈમ્યુનિટી (Immunity)મજબૂત છે કે જેની અંદર સારી માત્રામાં એંટીબોડીઝ બની ચુકી છે તેને આ વાયરસનો ખતરો વધુ નથી. 
 
મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલાથી એન્ટીબોડી
સીએસઆઈઆર- સેન્ટર ફોર સેલ્યૂલર એન્ડ મોલિક્યૂલર(CCMB)ના પૂર્વ ડાયરેક્ટર રાકેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા કહ્યું કે ભારતને 70-80 ટકા સીરો પોઝિટિવિટી રેટ ફાયદો છે. મોટા શહેરોમાં 90 ટકાથી વધારે લોકોમાં પહેલાથી એન્ટીબોડી છે. ટાટા ઈન્સ્ટીટ્યૂટ ફોર જેનેટિક્સ એન્ડ સોસાયટી (TIGS) બેંગલુરુમાં હાજર ડાયરેક્ટર મિશ્રાએ જણાવ્યું છે કે લોકોને ઉપલબ્ધ સુરક્ષાને જોતા જો કોઈ સંક્રમિત થાય છે કો આ માઈલ્ડ હશે. બહું અસર નહીં હોય.
 
 શરુઆતના ડેટા મુજબ આ લક્ષણો માઈલ્ડ દેખાય છે
તેમણે આગળ કહ્યું કે જો રસીકરણનો દાયરો વધારવામાં આવે છે અનં બાળકોને રસી લગાવવામાં આવે છે તો આનાથી મોટા પાયે મદદ મળશે. ઓમિક્રોન વેરિએન્ટ ખતરનાક થવાને લઈને તેમણે કહ્યું છે કે હાલ શરુઆતના ડેટા જ સામાન્ય છે અને શરુઆતના ડેટા મુજબ આ લક્ષણો માઈલ્ડ દેખાય છે.  જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે આનો મતલબ એ નથી કે માસ્ક ન લગાવવામાં આવે નિયમોનું પાલન ન કરવામાં આવે. વાયરસને ફેલાતો રોકવા માટે કોરોના ગાઈડલાઈનનું પાલન બહું જરુરી છે.