Omicrone corona - ઓમિક્રોને વધારી ચિંતા, મુંબઈમાં ઘારા 144 લાગૂ
મુંબઈમાં ઓમિક્રોન (mumbai omicron cases) ના કેસ આવ્યા બાદ મહારાષ્ટ્ર સરકાર એક્શનમાં આવી ગઈ. અહી 11.12 ડિસેમ્બરના માટે ધારા 144 લાગૂ કરવામાં આવી છે. આ ઉપરાંત રેલી, જુલુસ અને મોરચા પર પણ પ્રતિબંધ લાગાવાયો છે.
આદેશનુ પાલન ન કરવા પર ભારતીય દંડ સંહિતાની ધારા 188 અને અન્ય કાયદાકીય જોગવાઈ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 17 કેસ સામે આવી ચુક્યા છે.
મહારાષ્ટ્રમાં શુક્રવારે ઓમિક્રોનના 7 મામલા સામે આવ્યા હતા. તેમાથી ત્રણ કેસ મુંબઈ અને 4 કેસ પિપરી ચિંચવડ મહાનગરપાલિકામાં મળ્યા છે. મુંબઈમાં મળેલ સંક્રમિત દર્દીઓની વય 48, 25 અને 37 વર્ષ છે. આ ત્રણ નાગરિક તંજાનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકી દેશથી આવ્યા છે. જ્યારે કે પિંપરી ચિંચવડમાં મળ્યા ચારેય કેસ નાઈજીરિયન મહિલાની સાથે કોન્ટ્રેક્ટ આવ્યા હતા.
મુંબઈમાં આ બે કારણે ધારા 144 લાગૂ
સૂત્રો મુજબ મુંબઈમાં બે કારણોથી ધારા 144 લાગૂ કરવામાં આવી છે. પહેલુ કારણ કે મુંબઈમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીની રેલી થવાની છે. આ માટે તમામ કાર્યકર્તા મુંબઈ આવી રહ્યા છે. મો. ઈમ્તિયાઝ જલીલ અને અન્ય કાર્યકર્તા ઔરગાબાદથી પણ આવી રહ્યા છે. જો કે આ રેલીને હાલ મંજુરી મળી નથી. આ રેલી મુસ્લિમ અનામતની માંગને લઈને યોજાવાની છે. બીજુ કારણ છે કે સંજય રાઉતના નિવેદન પર ભાજપા મુંબઈમાં પ્રદર્શન કરવા જઈ રહી છે.