1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (12:53 IST)

મહારાષ્ટ્રમાં યાત્રી ટ્રેન અને ગુડ્સ ટ્રેનની ટક્કર : 50 ઘાયલ

મહારાષ્ટ્રના ગોંદિયામાં  પેસેન્જર ટ્રેન અને માલવાહક ટ્રેન વચ્ચે ટક્કર થતાં  એક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી.  રાતે 2.30 કલાકે સર્જાયેલી આ ટ્રેન દુર્ઘટનામાં 50 મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
 
ટ્રેન છત્તીસગઢ નાં બિલાસપુર થી રાજસ્થાન નાં જોધપુર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. 
 
નાગપુર રેલવેના સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટ્રેક પર અગાઉથી ઉભી રહેલી માલગાડી સાથે પેસેન્જર ટ્રેન પાછળથી અથડાઈ હતી. તેના લીધે એક બોગી ઉતરી ગઈ હતી. રેલવેના દાવા મુજબ માત્ર બે પ્રવાસી ઘાયલ થયા છે. પરોઢે સાડા પાંચ સુધીમાં ટ્રેક કલિયર કરી દેવાયો હતો.