રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 એપ્રિલ 2022 (14:09 IST)

રસ્તો ઓળંગતા લોકો ટ્રેન નીચે કપાયા

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ગઈકાલે રાત્રે ટ્રેન નીચે આવી જતાં છ લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો હતા.ટેક્નિકલ ખામીના કારણે તેમની ટ્રેન બટુવા ગામ પાસે રોકાઈ હતી અને તમામ લોકો પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો ગુવાહાટી જતી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના મુસાફરો હતા.
 
બટુવા ગામમાં કોઈ ટેકનિકલ સમસ્યાના કારણે ટ્રેન ઉભી રહી જતાં આ લોકો બાજુના રેલવે ટ્રેક પર ઉતરી ગયા હતા. આ દરમિયાન કોણાર્ક એક્સપ્રેસ ટ્રેન વિરુદ્ધ દિશામાંથી આવી હતી અને આ 6 લોકોને કચડીને નિકળી ગઈ હતી. આ અકસ્માતમાં કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
 
શ્રીકાકુલમ એસપી જી. આર રાધિકાએ જણાવ્યું કે, "અત્યાર સુધીમાં અમને 6 મૃતદેહો મળ્યા છે જે આ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ તમામની ઓળખ પણ થઈ ગઈ છે. અત્યારે અમે એ શોધી રહ્યા છીએ કે શું અન્ય લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે." પોલીસ અને રેલવેની ટીમ આ તપાસમાં લાગેલી છે. હજુ સુધી રેલ્વે ટ્રેક પરથી બીજી કોઈ લાશ મળી નથી. જો આ લોકો ટ્રેક પર ન આવ્યા હોત તો અકસ્માત ન થયો હોત.
 
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
આઅ દુર્ઘટના બાદ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જિલ્લા સત્તાવાળાઓને રાહત કાર્ય શરૂ કરવા અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા આપવા જણાવ્યું છે. તેમણે અધિકારીઓને ઘાયલોની સારવારમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન રાખવા જણાવ્યું છે.