1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 12 એપ્રિલ 2019 (18:22 IST)

હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ નિધન, કુમાર વિશ્વાસ અને કપિલ શર્માએ આ રીતે કર્યા યાદ

.જાણીતા હાસ્ય કવિ પ્રદિપ ચૌબેનુ ગુરૂવારે રાત્રે ગ્વાલિયરમાં હાર્ટએટેકથી નિધન થઈ ગયુ. તેઓ 70 વર્ષના હતા. તેમના નિકટના લોકો પાસેથી માહિતી મળ્યા મુજબ પ્રદીપ ચૌબે છેલ્લા કેટલાક સમયથી કેંસરથી પીડિત હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. ગુરૂવારે જ તેમની ખાનગી હોસ્પિટલમાંથી રજા મળી હતી. ઘરે મોડી રાત્રે ગભરામણ થયા પછી તેમની તબિયત વધુ બગડી ગઈ. જ્યારબાદ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યા મોડી રાત્રે બે વાગ્યાની આસપાસ તેમનુ નિધન થઈ ગયુ. હાસ્ય કવિ પ્રદીપ પોતાની રચનાઓ દ્વારા લોકોને હસાવતા હતા સાથે જ તેઓ વ્યવસ્થા પર પણ ગંભીર વ્યંગ્ય કરતા હતા.  
 
પોતાની રચનાઓ વાચવાનો તેમનો અંદાજ નિરાલો હતો. પ્રદીપ ચૌબેના નિધન પછી સાહિત્ય જગતની તમામ હસ્તિયોએ તેમને પોતપોતાની રીતે યાદ કર્યા. 
 
જાણીતા કવિ ડો. કુમાર વિશ્વાસે લખ્યુ, અગણિત મંચો સાથે અને સેંકડો યાત્રાઓના હસાવતા સંસ્મારણને અમારા હવાલે કરી હિન્દી કવિ સંમ્મેલનીય ઉત્સ્વધર્મિતાના પ્રતિક, સખા ભાઈ હાસ્યના અધિરાજ નએ ગઝલના મહીન પારખી કવિ ચૌબે આપણા સૌ વચ્ચેથી વિદાય લઈ ગયા.