શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 ડિસેમ્બર 2022 (09:45 IST)

Raja pateria arrested- 'નરેન્દ્ર મોદીની હત્યા'ના નિવેદન પર કૉંગ્રેસ નેતા રાજા પટેરિયાની અટકાયત

મધ્યપ્રદેશના કૉંગ્રેસના વરિષ્ઠ નેતા રાજા પટેરિયાના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આવેલા એક વિવાદિત નિવેદન બાદ વિવાદ થયો છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર, પન્ના જિલ્લાના પવાઈ તાલુકામાં એક બેઠકમાં કાર્યકરોને સંબોધન કરતા તેમણે કથિત રીતે 'નરેન્દ્ર મોદીની હત્યા'ની વાત કરી હતી.
 
કૉંગ્રેસ નેતા વિરુદ્ધ ફરિયાદ થયા બાદ મંગળવારે સવારે તેમના ઘરેથી પોલીસે તેમની અટકાયત કરી હતી. પટેરિયાએ દાવો કર્યો હતો કે તેમની વાતને ખોટી રીતે લેવાઈ છે. કૉંગ્રેસ પાર્ટીએ નેતાને કારણદર્શક નોટિસ પણ પાઠવી છે.
 
તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેઓ કહેતા હતા કે "મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, મોદી ધર્મ, જાતિ, ભાષાના આધારે વિભાજન કરશે, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓનું ભાવિ જીવન જોખમમાં છે. જો બંધારણને બચાવવું હશે તો મોદીની હત્યા માટે તૈયાર રહો. હત્યા એટલે કે હરાવાનું કામ. (તેમને હરાવવાનું કામ)."
 
આ નિવેદન બાદ ભાજપના નેતાઓએ કૉંગ્રેસને ઘેરવાનું શરૂ કર્યું છે.
 
મુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, "ભારત જોડો યાત્રા કરનારાઓની વાસ્તવિકતા સામે આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકોનાં હૃદયમાં વસે છે, તેઓ સમગ્ર દેશનાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. કૉંગ્રેસ મેદાનમાં તેમની સાથે મુકાબલો કરી શકતી નથી, એટલે મોદીની હત્યાની વાત કરે છે."