રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (14:22 IST)

જેલના સળિયા પાછળ રામ રહીમ, બળાત્કારી બાબાને 20 વર્ષની સજા, જાણો કોર્ટની કાર્યવાહીની 10 મોટી વાતો

સાધ્વી પર રેપના મામલામાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ સિંહને સ્પેશયલ સીબીઆઈ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો. કોર્ટે રામ રહીમને 20 વર્ષની સજા આપી. સજા સાંભળ્યા પછી રામ રહીમ જમીન પર બેસીને રડવા લાગ્યા. હાલ રામ રહીમ રોહતકની સોનારિયા જેલમાં જ છે. મેડિકલ ટેસ્ટ પછી તેમને જેલ લઈ જવામાં આવશે.  હવે તમને બતાવીએ છીએ કોર્ટના નિર્ણયની 10 મોટા વાતો 
 
- રામ રહીમને સજા સંભળાવવા માટે જજ જગદીપ લોહાન હેલીકોપ્ટરથી રોહતકના સોનારિયા જેલ પહોંચ્યા 
- સોનારિયા જેલના મીટિંગ રૂમને જ કોર્ટ રૂમમાં બદલી નાખવામાં આવ્યો 
- સીબીઆઈ જજ જગદીપ લોહાને બંને પક્ષને દલીલ માટે 10-10 મિનિટનો સમય આપ્યો. 
- રામ રહીમની તરફથી ત્રણ વકીલોએ દલીલ કરી. 
- સીબીઆઈના વકીલોના બળાત્કારી બાબા માટે વધુમાં વધુ ઉમરકેદની માંગ કરી. 
- રામ રહીમના વકીલોએ કહ્યુ તેમની વય વધુ છે. તેઓ સમાજ સેવા કરે છે. બ્લડ બેંક અભિયાન પણ ચલાવે છે. તેથી તેમને માફ કરવામાં આવે. 
- કોર્ટ રૂમમાં જ રામ રહીમની આંખોમાં આંસૂ આવી ગયા. તેઓ કોર્ટ પાસે દયાની ભીખ માંગવા લાગ્યા 
- બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી કોર્ટે બળાત્કારી બાબા ગુરમીત રામ રહીમને 20 વર્ષને સખત સજા સંભળાવી.  
- કોર્ટમાં ખુરશી પકડીને રડી પડ્યા ગુરમીત રામ રહીમ.. બે સાધ્વીઓના સાથે રેપ મામલે 20 વર્ષની સશ્રમ સજા સંભળાવી.  કોર્ટે અન્ય અપરાધોમાં પણ સજા આપી અને કહ્યુ કે દોષ સામાન્ય નથી. બધી સજાઓ સાથે ચાલશે 
- કોર્ટે કહ્યુ કે અપરાધી સાથે અપરાધીની જેમ જ વ્યવ્હાર કરવામાં આવે.. વીઆઈપીની જેમ નહી.