મુંબઈમાં રેડ ઍલર્ટ, આખો દિવસ વરસાદ અને તોફાનની આગાહી
Mumbai rain news- મુંબઈ પોલીસે અતિભારે વરસાદ અને તોફાનને લઈને ઍડવાઇઝરી જાહેર કરી છે.
ઍડવાઇઝરીમાં લોકોને જરૂર વગર ઘરથી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. જોકે, બીએમસીએ શુક્રવારે શાળાઓ અને કૉલેજો ચાલુ રાખવાની જાહેરાત કરી હતી.
હવામાન ખાતાએ 26 જુલાઈ એટલે કે આજ માટે રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. હવામાન ખાતાએ આખો દિવસ વરસાદ અને તોફાનની આગાહી કરી છે.
શહેરમાં વરસાદને કારણે પાણી ભરાવાની અને ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થઈ છે.
મુંબઈ પોલીસે સોશિયલ મીડિયા વેબસાઇટ ઍક્સ પર લખ્યું, "હવામાન વિભાગે 26 જુલાઈ સવારે 8:30 વાગ્યા સુધી રેડ ઍલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના રહેવાસીઓને આગ્રહ છે કે ઘરમાં અને સુરક્ષિત રહે."
ઍડવાઇઝરીમાં લોકોને ઇમર્જન્સીની સ્થિતિમાં 100 નંબર ડાયલ કરવા માટે આગ્રહ કરાયો છે.
એક તરફ મુંબઈ પોલીસે શુક્રવારે આખો દિવસ વરસાદની ચેતવણી જાહેર કરી છે અને બીજી તરફ બીએમસીએ ગુરુવારે સાંજે કહ્યું કે મુંબઈમાં વરસાદ સામાન્ય છે અને શુક્રવારે બધી જ શિક્ષણ સંસ્થાઓ સામાન્ય રીતે ચાલુ રહેશે.
Edited By- Monica Sahu