મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ભોપાલ. , મંગળવાર, 5 ડિસેમ્બર 2023 (15:33 IST)

શિવરાજે ખુદને કરી લીધા CM રેસની બહાર, સાંભળીને ચોંકી જશો તમે

Shivraj
મઘ્યપ્રદેશમાં ભાજપાની પ્રચંડ જીત પછી સીએમ ચેહરાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. સીએમની રેસમાં સૌથી પહેલુ નામ શિવરાજ સિંહ ચૌહાણનુ છે. પણ આજે શિવરાજ સિંહ ચૌહાણે એક નિવેદન આપીને મઘ્યપ્રદેશની રાજનીતિમા ગરમાવો લાવી દીધો છે. શિવરાજ સિંહે આજે એક વીડિયો રજુ કરીને કહ્યુ કે તેઓ સીએમ પદની રેસમાં નથી . શિવરાજે કહ્યુ, ના તો હુ પહેલા સીએમ પદનો દાવેદાર હતો કે ન તો હવે છુ. હુ ફક્ત પાર્ટીનો કાર્યકર્તા છુ અને પાર્ટી જે પણ પદ કે જવાબદારી આપશે હુ તેને નિભાવીશ. તેમને આગળ કહ્યુ કે મારા નેતા ફક્ત પીએમ મોદી છે જે પણ કામ આપશે તેને સારી રીતે કરવામાં આવશે. 

 
ઉલ્લેખનીય છે કે ભાજપાએ મઘ્યપ્રદેશ ચૂંટણી કોઈ ચેહરા પર નહી પણ પાર્ટીના નામ પર લડી. હવે ચૂંટણી પરિણામ પછી બધાની નજર સીએમ ફેસ પર છે. આ રેસમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલ, કૈલાશ વિજયવર્ગીય, નરેન્દ્ર સિંહ તોમર, વીડી શર્મા અને શિવરાજ સિંહ ચૌહાણનુ નામ મુખ્યરૂપે લેવામાં આવી રહ્યુ છે. 
 
પરંતુ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ લિસ્ટમાં સૌથી મોટુ નામ છે અને આ રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા છે.. જો કે વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે હંમેશા પાર્ટીને પ્રમુખતા આપી અને પ્રદેશભરમાં જોશ સાથે મેદાનમાં મહેનત કરતા રહ્યા. પરિણામ સ્વરૂપ બીજેપીએ પ્રચંડ બહુમત સાથે મઘ્યપ્રદેશમાં સત્તા કાયમ રાખી.