ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 મે 2019 (10:39 IST)

સૂરતમાં મળી રહી છે નરેન્દ્ર મોદી સીતાફળ કુલ્ફી, 30 મે સુધી 50 ટકા ડિસ્કાઉંટ

લોકસભા ચૂંટણી  2019મા બીજેપીની પ્રચંડ જીતનો શ્રેય નરેન્દ્ર મોદીને આપવામાં આવી રહ્યો છે. આ યોય્ગ પણ છે. કારણ કે તેમના નેતૃત્વમાં જ પાર્ટીએ ચૂંટણીમાં 300 પારનો આંકડો પાર કર્યો.  પાર્ટી કાર્યકર્તાઓથી લઈને મોદીના સમર્થકોમાં જીતથી જોરદાર ઉત્સાહ છે. આ કડીમાં સૂરતના એક આઈસ કીમ પાર્લરએ નરેન્દ્ર મોદીના નામ પર કુલ્ફી લોન્ચ કરી છે. રસપ્રત વાત એ છે કે ફક્ત નામ જ નહી પણ મોદી સીતફળ કુલ્ફીનો આકાર પણ મોદીના ચેહરા જેવો છે. 
 
કારીગરોએ હાથથી તૈયાર કરી છે કુલ્ફી 
 
મજેદાર વાત એ છે કે કુલ્ફીને નરેન્દ્ર મોદીના ચેહરાનુ રૂપ કોઈ મશીનથી નહી પણ કારીગર હાથથી આપી રહ્યા છે.  વિવેક અજમેરા આ આઈસ-ક્રીમ પાર્લરના માલિક છે. તેઓ જણાવે છે કે કારીગરોએ 24 કલાકમં આવી 200 કુલ્ફીઓ તૈયાર કરી છે. 
 
30 મે સુધી વેચાશે આ કુલ્ફી 
 
આ સ્પેશય્લ કુલ્ફી 30 મે સુધી ગ્રાહકોને વેચાશે. ઉલ્લેખનીય છે કે 30 મેના રોજ નરેન્દ્ર મોદી ફરીથી દેશના પ્રધાનમંત્રી પદની શપથ લેશે. વિવેક કહે છે કે મોદી સીતાફળ કુલ્ફીનુ વેચાણ સારુ છે. આ કુલ્ફીને 50 ટકા છૂટ પર વેચી રહ્યા છે. 
 
એકદમ પ્રાકૃતિક કોઈ કેમિકલ નહી 
 
આ કુલ્ફી એકદમ પ્રાકૃતિક પદાર્થોથી બની છે. તેમા કોઈ કેમિકલ કે બીજી રાસાયણિક વસ્તુઓનો ઉપયોગ નથી કરવામાં આવ્યો.