શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 15 માર્ચ 2022 (14:47 IST)

#The Kashmir Files: કોંગ્રેસના ટ્વીટસ પર વિવેક અગ્નિહોત્રીએ કર્યો આવો રિપ્લાય, સત્ય આવ્યુ સામે

The Kashmir Files: કાશ્મીરી પંડિતોના વિસ્થાપન અને જેહાદીઓ તરફથી તેમના પર થયેલા અત્યાચારો પર બનેલી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) જોરદાર ધૂમ મચાવી રહી છે. અત્યાર સુધી દેશના 5 રાજ્ય આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી ચુક્યા છે. આ દરમિયાન કેરલ કોંગ્રેસ (Kerala Congress) એ કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit)પર કટાક્ષ ભર્યા ટ્વીટ કરીને પાર્ટીને મુસીબતમાં નાખી છે. 
 
કેરલ કોંગ્રેસનુ વિવાદાસ્પદ નિવેદન 
 
કેરલ કોંગ્રેસ (Kerala Congress)એ ફિલ્મમાં બતાવેલ વિષયને લઈને કહ્યુ કે કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit)ના વિસ્થાપન માટે એ સમયના ગવર્નર રહેલા જગમોહન સિંહ જવાબદાર હતા. જગમોહન સિંહ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્ય હતા. જ્યારે કે એ સમયે કેન્દ્રમાં બીજેપી તરફથી સમર્થિત વીપી સિંહની સરકાર હતી. તેમ છતા કાશ્મીરી પંડિતોનુ પલાયન થયુ અને સરકારે કશુ ન કર્યુ. 
 
કેરલ કોંગ્રેસે ટ્વીટ કરીને એ પણ કહ્યુ કે છેલ્લા 17 વર્ષ (1990-2007)માં કાશ્મીરમાં થયેલા આતંક હુમલામાં 399 કાશ્મીરી પંડિતો માર્યા ગયા છે. આ સમય દરમિયાન આતંકવાદીઓ તરફથી માર્યા ગયેલા મુસલમાનોની સંખ્યા 15000 છે. 
 
ગાંધી પરિવારે સેવ્યુ છે મૌન 
 
કેરલ કોંગ્રેસ (Kerala Congress)ના આ ટ્વીટ પર અત્યાર સુધી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, સોનિયા કે પ્રિયંકા ગાંધી વાડ્રા તરફથી અત્યાર સુધી કોઈ ટિપ્પણી આવી નથી. જેને એક રીતે ટ્વીટ પર તેમની સહમતિ માનવામાં આવી રહી છે. 
 
વિવેક રંજન અગ્નિહોત્રી  (Vivek Ranjan Agnihotri)એ ઈન્દિરા ગાંધીના આ પત્રનો સ્ક્રીન શૉટ ટ્વિટર પર શેયર કરતા લખ્યુ, પ્રિય રાહુલ ગાંધીજી તમારી દાદીના વિચાર અલગ હતા. 

 
આપણે  કાશ્મીરમાં જમીનનો ટુકડો પણ ખરીદી શકતા નથી 
 
પત્રમાં ઈન્દિરા ગાંધીએ ડો. મિત્રાને લખ્યુ, હુ તમારી ચિંતા સમજુ છુ. હુ પણ દુખી છુ કે ના તમે જે કાશ્મીરમાં જનમ્યા, ના તો હુ જેના પૂર્વજ કાશ્મીરથી આવે છે, બંને જ કાશ્મીરમાં એક નાનકડો જમીનનો ટુકડો પણ ખરીદી શકતા નથી. પણ હાલ મામલો મારા હાથમાં નથી. હુ આ મુદ્દાને ઠીક કરવા માટે જે વસ્તુ જરૂરી છે તે હાલ કરી શકતી નથી. કારણ કે ભારતીય પ્રેસ અને વિદેશી પ્રેસ બંને મારી છબિને એક દબંગ સત્તાવાદીના રૂપમાં બતાવી રહ્યા છે. 
 
તેણે આગળ કહ્યુ, લદ્દાખમાં કાશ્મીરી પંડિતો  (Kashmiri Pandit)અને બૌદ્ધ લોકોની સાથે દુર્વ્યવ્હાર કરવામાં આવી રહ્યો છે અને તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.