રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ઈટાવા. , રવિવાર, 7 ઑક્ટોબર 2018 (09:20 IST)

સગી કાકીનો રેપ કરવા માંગતો હતો, કાકીએ પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો .

ઉત્તર પ્રદેશના ઈટાવામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહી એક યુવકે પોતાની સગી કાકીની જ ઈજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો. મહિલાએ પોતાની ઈજ્જત બચાવવા માટે શાકભાજી કાપવાના ચાકુથી આરોપી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. મામલો બસરેહર પોલીસ મથક ક્ષેત્રના દુર્ગાપુર ગામનો છે. પોલીસ મુજબ આરોપી યુવક મહિલાનો સગો ભત્રીજો છે. ઘટના પછી મહિલાએ પોલીસને સૂચના આપી. સૂચના પછી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી અને ઘાયલ આરોપી યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો.  પોલીસ મામલાની તપાસ કરી રહી છે.  પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. તેની હાલત સુધરતા તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 
 
મહિલાએ જણાવ્યુ કે આરોપી તેના ઘરમાં ધુસ્યો અને તેની સાથે ખોટુ કામ કરવાની કોશિશ કરવા લાગ્યો. મહિલાએ ઘણી ના પાડી છતા પણ તે ન માન્યો તો તેણે પોતાની ઈજ્જત બચાવવા માટે પાસે પડેલા શાકભાજીના ચાકુથી તેનો ગુપ્તાંગ જ કાપી નાખ્યો. 
 
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જીલ્લામાં પણ એક યુવતીએ છેડછાડથી પરેશાન થઈને પડોશમાં રહેનારા આરોપી યુવકને ઑન ધ સ્પોટ સજા આપી હતી. પોતાની ઈજ્જત બચાવવા યુવતીએ આરોપી યુવકનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો હતો. 
 
આ સાહસ બદલ આસપાસના વિસ્તારમાં મહિલાના સાહસની ચર્ચા પણ થઈ રહી છે.