મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 13 જૂન 2022 (13:32 IST)

National Herald Case: શુ છે નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ-સોનિયા ગાંધી પર કેમ લટકી છે ધરપકડની તલવાર ?

National Herald Case:  શુ છે નેશનલ હેરાલ્ડ કેસ, રાહુલ-સોનિયા ગાંધી પર કેમ લટકી છે ધરપકડની તલવાર ? 
 
National Herald Case:  નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગંધી સોમવારે  ED  મુખ્યાલયમાં હાજર થયા છે. ED એ રાહુલ ગાંધીની પૂછપરછ માટે સવાલોની લાંબી લિસ્ટ તૈયાર કરી છે.   પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધી ન તો પોતાનો મોબાઈલ ફોન યુઝ કરી શકશે કે ન તો બીજા નેતા તેમની સાથે ED ઓફિસમાં આવવાની અનુમતિ છે.  બીજી બાજુ ઈડીએ આ મામલાની પૂછપરછ માટે સોનિયા ગાંધીને 23 જૂનના રોજ બોલાવી છે.  આ પહેલા ઈડીએ તેમને 8 જૂનના રોજ બોલાવ્યા હતા. પણ તેઓ કોરોના પોઝીટીવ થયા હતા. પછી તેમને દિલ્હીના ગંગારામ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. છેવટે શુ છે નેશનલ હેરાલ્ડ કેસ અને કેમ ચર્ચામાં છે.. આવો જાણીએ. 
 
શુ છે નેશનલ હેરાલ્ડ કેસ ? (what national herald case) 
 
-2012માં બીજેપીના વરિષ્થ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં પિટીશન નોંધાઈને આરોપ લગાવ્યો હતો કે કેટલાક કોંગ્રેસી નેતાઓએ ખોટી રીતે યંગ ઈંડિયા લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નરલ્સ લિમિટેડ (AJL) નુ અધિગ્રહણ કર્યુ છે. સ્વામીનો આરોપ હતો કે આ બધો મામલો દિલ્હીના બહાદુર શાહ જફર માર્ગ સ્થિત હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કરવામાં આવ્યો હતો.   
 
ક્યારે થયો ખુલાસો ?
ઉલ્લેખનીય છે કે  ભાજપના નેતા અને વરિષ્ઠ વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ 2012માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના કેટલાક નેતાઓએ યંગ ઈન્ડિયન લિમિટેડ (YIL) દ્વારા એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ખોટી રીતે હસ્તગત કરી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના બહાદુર શાહ ઝફર માર્ગ પર સ્થિત હેરાલ્ડ હાઉસની રૂ. 2000 કરોડની ઇમારત પર કબજો કરવા માટે આ બધું કરવામાં આવ્યું હતું. તેણે આરોપ લગાવ્યો કે ષડયંત્રના ભાગરૂપે યંગ ઈન્ડિયન લિમિટેડને TJLની સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો છે.
 
સમજો બધો ઘટનાક્રમ ? 
- જવાહર લાલ નેહરુએ 1938માં  Associate Journal Limited નામથી એક કંપની બનાવી. આ કંપની નેશનલ હેરાલ્ડ નામથી એક છાપુ પબ્લિશ કરતી હતી. આ કંપની છાપુ કાઢતી હતી. તેથી તેના અનેક શહેરોમાં સસ્તી કિમંતો પર સરકારો પાસેથી જમીન મળી ગઈ. 
- આરોપ છે કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ મળીને એક એવી કંપની બનાવી જેનો ઉદ્દેશ્ય બિઝનેસ કરવાનો નહી પરંતુ પોતાની બનાવેલી કંપની દ્વારા (AJL) ને ખરીદીને તેની 2 હજાર કરોડ રૂપિયાની સંપત્તિને  પોતાને નામે કરવાનો હતો. 
- ત્યારબાદ 26 ફેબ્રુઆરી 2011ના રોજ 5 લાખ રૂપિયાના રોકાણથી યંગ ઈંડિયા કંપની બનાવી. જેમા સોનિયા અને રાહુલની 38-38% ભાગીદારી છે. 
- બાકી 24% ની ભાગીદારી કોંગ્રેસ નેતા મોતીલાલ વોરા અને ઑસ્કર ફર્નાડીઝ પાસે હતી. બંને હવે આ દુનિયામાં નથી. 
- યંગ ઈંડિયા કંપનીએ એસોસિએટ જર્નલ લિમિટેડ  (AJL) ની 90 કરોડની દેવાદારીની જવાબદારી પોતાની ઉપર લઈ લીધી. મતલબ એક રીતે તેની લોન ચુકાવવાની જવાબદારી લઈ લીધી. 
- પાછળથી એજેએલના 10-10 રૂપિયાના નવ કરોડ શેયર યંગ ઈંડિયનને આપી દીધા અને તેના બદલે યંગ ઈંડિયાને કોંગ્રેસની લોન ચુકવવાની હતી. 9 કરોડ શેયર સાથે યંગ ઈંડિયને આ કંપનીના 99% શેયર મળી ગયા. પછી કોંગ્રેસ પાર્ટીએ 90 કરોડને એલોન માફ કરી દીધી. આ રીતે રાહુલ-સોનિયા ગાંધીની કંપની યંગ ઈંડિયાને મફતમાં (AJL)નુ સ્વામિત્વ મળી  ગયુ. 
 
નેશનલ હેરાલ્ડ કેસમાં આ પણ આરોપી 
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા અને રાહુલ ગાંધી ઉપરાંત બીજા પણ અનેક કોંગ્રેસી નેતાઓના નામ સામે આવ્યા હતા. જેમા મોતીલાલ વોરા, ઑક્સર ફર્નાડીઝ ઉપરાંત સૈમ પિત્રોદા અને સૂમન દુબેનુ નામ પણ છે.  જેમા મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાડિસ હવે આ દુનિયામાં નથી.