ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 7 ઑક્ટોબર 2019 (12:46 IST)

ગુજરાત કૉંગ્રેસને સંગઠિત રાખવામાં અમિત ચાવડા નિષ્ફળ ગયા, રાજીનામાનો સિલસિલો વધ્યો

ગુજરાત કૉંગ્રેસને સંગઠિત રાખવામાં અમિત ચાવડા નિષ્ફળ ગયા છે. પ્રમુખ બન્યા બાદ કૉંગ્રેસમાં બળવો કરનારની સંખ્યા વધી ગઈ છે. કેટલાય એમએલએ કૉંગ્રેસ પક્ષની કનડગતથી કંટાળી પક્ષમાંથી રાજીનામું આપી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. સંગઠનમાં ચાલતી મનમાનીના કારણે જૂનાગઢ, વડોદરા જિલ્લા પંચાયત ગુમાવી છે. રાજ્યમાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી અને ત્યારથી લઈ અત્યાર સુધીના સમયની વાત કરવામાં આવે તો પાંચથી વધુ ધારાસભ્યોએ કૉંગ્રેસ પક્ષને છોડી દીધો છે. ઉપરાંત જિલ્લા પંચાયતો પણ અમિત ચાવડાના કાર્યકાળમાં કૉંગ્રેસના હાથમાંથી ગઈ છે. અમિત ચાવડાના પ્રમુખ બન્યા બાદ પક્ષના કાર્યકર્તાઓ પણ નિષ્ક્રિય બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં કૉંગ્રેસ પક્ષમાંથી પોતાનું પદ છોડ્યા બાદ અલ્પેશ ઠાકોર, આશાબેન પટેલ, કુંવરજી બાવળિયા, જવાહર ચાવડા, દવલસિંહ ઝાલા, વલ્લભ કાકડિયા જેવા દિગ્ગજ નેતાઓ ભાજપમાં સામેલ થઈ ગયા છે ત્યારે કૉંગ્રેસ પક્ષમાંથી એક સમાન સૂર એવો ઊઠી રહ્યો છે કે, પ્રદેશ કૉંગ્રેસને સંગઠિત રાખવામાં ક્યાંકને ક્યાંક અમિત ચાવડા સદંતર નિષ્ફળ રહ્યા છે, તેના કારણે જ કૉંગ્રેસના આવા હાલ થયા છે. કૉંગ્રેસ તૂટી રહી છે.