1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 16 ઑગસ્ટ 2023 (12:53 IST)

અમદાવાદની અવધ આર્કેડમાં ભીષણ આગ ફાયરબ્રિગેડની 10 ગાડી દોડી આવી, 4 વ્યક્તિને રેસ્ક્યૂ કરાયા

fire brigade rushed
fire brigade rushed
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની 10 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ભોંયરામાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો છે. આગનો ધુમાડો ઉપર સુધી પહોંચતા નાસભાગ મચી હતી. જો કે, આજે રજાનો દિવસ હોવાથી બિલ્ડિંગમાં વધારે વ્યક્તિ હાજર ન હોવાનું જાણવા મળ્યું છે.

ચાર વ્યક્તિને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ જીવરાજ પાર્ક વિસ્તારમાં અવધ આર્કેડ નામની બિલ્ડિંગમાં ભોંયરામાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં ફાયરબ્રિગેડના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી અને આગને કાબૂમાં લેવામાં આવી છે. ફાયરબ્રિગેડ દ્વારા ચાર લોકોને અત્યારસુધીમાં રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ભોંયરામાંથી ધૂમાડો ઉપર સુધી ગયો હતો, જેને કારણે બિલ્ડિંગમાં જેટલા લોકો ફસાયેલા હતા, તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.