રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 માર્ચ 2023 (11:48 IST)

ભરૂચ જીઆઇડીસીની એક પેકેજીંગ કંપનીમાં લાગી આગ, ઘટનાસ્થળે 5 ગાડીઓ પહોંચી

ગુજરાતના ભરૂચ જીઆઈડીસીમાં એક પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આગની માહિતી મળ્યા બાદ પાંચથી વધુ ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી ઉછળી રહી છે. આગ લાગવાના કારણો હજુ જાણવા મળ્યા નથી. ભરૂચ એસપી લીના પાટીલના જણાવ્યા અનુસાર આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. નર્મદા પ્લાસ્ટીક પેકેજીંગ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.
 
ઘટનાસ્થળે હાજર ફાયર ઓફિસરો, પોલીસ. પાણી અને ફોમ વડે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લગભગ 15 ફાયર ટેન્ડર અહીં હાજર છે. ભરૂચના એસપી લીના પાટીલે એએનઆઈને જણાવ્યું હતું કે, હજુ સુધી કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ગયા અઠવાડિયે વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં આવેલી GIDCમાં કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળી હતી. આજુબાજુની બે કંપની આગની લપેટમાં આવી હતી.