રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ, , ગુરુવાર, 30 મે 2024 (13:10 IST)

અમદાવાદ સિવિલની કેન્સર હોસ્પિટલના પાંચમાં માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગી

fire in Civil Cancer Hospital
fire in Civil Cancer Hospital
ગુજરાતમાં રાજકોટનો અગ્નિકાંડ વધુ ચર્ચાએ ચડ્યો છે એવામાં અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં કેન્સર વિભાગના પાંચમા માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બની છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં આગ લાગવાથી દર્દીઓ સહિતના લોકોમાં ફફડાટ ફેલાયો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટું નુકસાન થતાં અટક્યું છે.
 
દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગના પાંચમા માળે AC કોમ્પ્રેસરમાં આગ લાગી હતી. આગ લાગવાની ઘટના બનતા જ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોનો સદુપયોગ કરીને આગ બુઝાવી લેવામાં આવી હતી. એસી કોમ્પ્રેસરમાં આગ લાગતાં પાંચમા માળે કંઈક બળતુ હોય તેવી દુર્ગંધ આવવાની શરૂઆત થતા જ આગ બુજાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા હતા. 
 
આગ પર કાબૂ મેળવવાથી મોટું નુકસાન થતા અટક્યું
કેન્સર હોસ્પિટલની નવી બિલ્ડિંગની છત ઉપર એસી કોમ્પ્રેસરમાં આગ લાગવાની ઘટના બનતા તુરંત આઈસીયુમાંથી દર્દીને ખસેડી લેવાતાં મોટી જાનહાની ટળી હતી. સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો હોવાથી પણ આગ બુઝાવાનું કાર્ય ઝડપથી પાર પાડ્યું હતું.આ બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, આગ લાગવાની થોડીક જ ક્ષણોમાં આગ બુઝાવી લેવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવાથી મોટું નુકસાન થતા અટકી ગયું હતું. કોઈ પણ જાનહાનિ થઈ નથી અથવા કોઈ પણ દર્દી તથા સ્ટાફને ઈજા પહોંચી નથી.