મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 11 જુલાઈ 2021 (14:03 IST)

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટરનું કર્યું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 3 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે અમિત શાહના હસ્તે આજે અમદાવાદમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.
 
244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ 
ત્યારે તાજેતરમાં જ અમિત શાહે બોપલમાં ઔડા દ્વારા નિર્મિત સિવિક સેન્ટર ખૂલ્લું મુક્યું છે. આ ઉપરાંત તેમણે પાણી વિતરણની યોજના તથા વિવિધ યોજનાઓનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. ગૃહમંત્રી અમિતશાહે આજે 244 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કર્યું છે. જેમા તેમણે સિવિક સેન્ટર પણ આજથી ખુલ્લું મુક્યું છે. જે સિવિક સેન્ટરનું તેમણે લોકાર્પણ કર્યું છે તે સિવિક સેન્ટર ઓડા દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 
 
30 વર્ષ સુધી લોકોને પાણી મળી રહેશે 
શાહે જણાવ્યું કે, સરકાર દ્વારા આગામી 30 વર્ષના આયોજન સાથે પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુંમાં તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં તેમજ તેઓ વડાપ્રધાન બન્યા ત્યારબાદ સતત ગુજરાતનો વિકાસ થયો છે. તેમણે એવું પણ કહ્યું કે કોઈ પણ પ્રકારના આંદોલન વગર આ વિસ્તારમાં 100 કરોડના વિકાસના કામો થયા છે.