રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 30 એપ્રિલ 2021 (09:27 IST)

અમદાવાદમાં ડેથ રેટના મામલે બીજા ક્રમે, પ્રથમ નંબરે છે આ શહેર

ભારતમાં કોરોના સંક્રમિતોના મોત આંકડો ખૂબ ઝડપથી વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે દેશના ઘણા શહેરોમાં કોરોનાથી થનાર મૃત્યુંદર 2.5 ટકા સુધી પહોંચી ગયો છે. તેમાં સૌથી આગળ પંજાબ, ગુજરાત અને મહારાષ્ટ્ર છે. જ્યાં દરેક 100 કોરોના સંક્રમિતોમાંથી 2ના મોત થઇ રહ્યા છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર સૌથી વધુ સ્થિતિ પંજાબના લુધિયાણામાં છે. અહીં અત્યાર સુધી કુલ 51, 492 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે, જેમાંથી 1,337 લોકોના મોત થયા છે. દરરોજ ખરાબ થતી સ્થિતિ વચ્ચે અહીં કોરોના ડેથ રેટ 2.5 ટકા સુધી પહોંચી ગયો છે. જે 27 એપ્રિલ સુધી 1.8 ટકા પર હતો. પંજાબના મોટાભાગના શહેરોમાં આ જ સ્થિતિ છે. જલંધરમાં 1,068, અમૃતસરમાં 931, પટિયાલામાં 754 અને હોશિયારપુરમાં 716 લોકોના મોત થયા છે. 
 
ગુજરતનું અમદાવાદ શહેર બીજા નંબરે
ગુજરાતનું અમદાવાદ શહેર કોરોના ડેથ રેટના મામલે બીજા નંબર પર છે. અહીં અત્યાર સુધી 2,870 લોકોના મોત થયા છે, જેના લીધે શહેરમાં મૃત્યું દર 2.4 ટકા પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ગુજરાતની કુલ વસ્તી 6,79,36,000 છે. જેમાંથી અત્યાર સુધી 5,38,845 લોકો કોરોના સંક્રમિત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી 3,98,824 દર્દીઓ સાજા થયા છે. જ્યારે 6,830 દર્દીઓના મોત થયા છે. તો બીજી તરફ 1,33,191 લોકો હજુ પણ હોસ્પિટલ અને હોમ આઇસોલેશનમાં રહીને સારવાર મેળવી રહ્યા છે. 
 
24 કલાકમાં 14,327 લોકો થયા સંક્રમિત
રાજ્યમાં આજે 14,327 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 9,544 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,08,368 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ ઘટીને 73.82 ટકાએ પહોંચ્યો છે. 
 
અત્યાર સુધીમાં કુલ 96,33,415 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 22,89,426 નાગરિકોનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચુક્યું છે. આ પ્રકારે કુલ 1,19,22,841 રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે ઉંમરનાં અને 45થી 60 વર્ષનાં કુલ 62,026 લોકોને પ્રથમ ડોઝ અને 62,0261 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું. જો કે રાજ્યમાં હજી સુધી કોઇને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
 
અમદાવાદ કોર્પોરેશન 25, સુરત કોર્પોરેશન 18, રાજકોટ કોર્પોરેશન 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 10, અને જૂનાગઢ કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 3, અને ગાંધીનગર કોર્પોરેશન 3, મહેસાણા 5, સુરત 4, જામનગર 8, પાટણ 1, બનાસકાંઠા 4, દાહોદ 2, સુરેંદ્રનગર 8, વડોદરા 7, ભાવનગર 3, કચ્છ 8, ભરૂચ 2, ગાંધીનગર 2, જુનાગઢ 5, વલસાડ 1, આણંદ 1, ગીર સોમનાથ 2, પંચમહાલ 1, મહિસાગર 4, મોરબી 4, સાબરકાંઠા 9, દેવભૂમિ દ્વારકા 4, બોટાદ 1, રાજકોટ 8, અને ડાંગ 3 એમ કુલ 180 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.