અમદાવાદના રિવરફ્રન્ટમાં પ્રેમીપંખીડા પર ૩૬૦ ડિગ્રીના કૅમેરાની વોચ
શહેરના ૨૨ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા રિવરફ્રન્ટ પર છેડતીના કિસ્સા વધી રહ્યા છે અને તેના પુરાવા તથા યુવતીઓને મદદ મળી રહે તે માટે સમગ્ર રિવરફ્રન્ટ પર ૩૬૦ ડિગ્રી કેમેરા ગોઠવવામાં આવશે. કૅમેરાની બાજ નજર પર પોલીસ વોચ રાખશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રિવરફ્રન્ટ હાલ યુગલો માટે એક ફેવરિટ સ્થળ બની ગયુ છે. તેવામાં આ રિવરફ્રન્ટને ૩૬૦ ડિગ્રી સુધી કવર કરવા માટે સીસીટીવીની હારમાળા લગાવવાનો નિર્ણય કરાયો છે અને આગામી આઠેક મહિનામાં ૧૬ કરોડના ખર્ચે તમામ વ્યવસ્થા કરી દેવામાં આવશે.
૨૪ બાય ૭ રિવરફ્રન્ટ પર પોલીસકર્મીઓ કોબાન હટમાં બેસી તમામ રિવરફ્રન્ટ વિસ્તારનું ઓબ્ઝર્વેશન કરશે. છેડતી અને અશ્ર્લિલ હરકતો ન બને તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ તો રિવરફ્રન્ટ પ્રેમી પંખીડા માટે રોમાન્સનુ સ્થળ બની ગયો હતો, પરંતુ ૨૪ કલાક સીસીટીવીની વોચ રહેવાથી સમગ્ર રિવરફ્રન્ટ પર આઇપીસી ૨૯૪ હેઠળ હગ અને કીસ કરી શકાશે. જોકે અન્ય કોઇ અશ્ર્લીલ હરકત કરવામાં આવશે તો તેમના પર કાયદેસર કાર્યવાહી કરાશે અને સીસીટીવી હોવાથી તેના પુરાવા પણ મળી રહેશે.