શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 12 નવેમ્બર 2021 (10:03 IST)

Corona UPdates- વધતા કોરોના સામે કડક કાયદો: બીજો ડોઝ ન લેનારને અમદાવાદના આ તમામ સ્થળે નહીં મળે પ્રવેશ

ગુરૂવારે 11 નવેમ્બરે રાજ્યમાં 42 નવા કેસ નોંધાયા હતા. જેમા અમદાવાદ (Ahmedabad) શહેરમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. જ્યારે 4 શહેર અને 24 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી.
 
આ સ્થળો પર નહીં મળે પ્રવેશ
 
જેમાં એ.એમ.ટી.એસ,બી.આર.ટી.એસ. ઉપરાંત કાંકરીયા લેકફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, સ્વિમિંગ પુલ, લાયબ્રેરી સાથે સ્પોર્ટસ કોમ્પલેક્ષ, જીમખાના, મ્યુનિ.હસ્કતની તમામ કચેરીઓ અને સિવિક સેન્ટરોમાં જે લોકોએ કોરોના વેકિસનનો બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે એમ છતાં વેકિસનનો બીજો ડોઝ લીધો નથી એવા તમામ લોકોને આ સ્થળોએ પ્રવેશ આપવામાં આવશે નહીં.