શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 14 ડિસેમ્બર 2021 (17:14 IST)

વાલીઓ હવે તો ચેતી જાવ, તમને બાળકો જોઈએ કે સપના - NEET ની પરીક્ષાને કારણે ડિપ્રેશનમાં આવી બે જોડિયા ભાઈઓએ કરી આત્મહત્યા

આજકાલના અભ્યાસ અને કરિયરમાં વધતી જતી કોમ્પીટીશન અને ઉપરથી વાલીઓના દબાણ હેઠળ બાળકો બિચારા ખૂબ નાની ઉમરથી જ પ્રેશરમાં આવીને ડિપ્રેશનનો શિકાર બની જાય છે. માતા પિતાને ચેતવતો આવો જ એક વધુ કિસ્સો આજે વડોદરામાં બન્યો છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમા રહેતા એક શિક્ષક દંપતીના જોડિયા પુત્રોએ આવા જ એક અભ્યાસના દબાણ હેઠળ નીટની પરીક્ષાના ટેંશનમાં સ્ટડી રૂમમાં ગળાફાંસો ખાઇને આપઘાતનો પ્રયાસ કર્યો હતો
 
ન્યૂ અલકાપુરી તરીકે ઓળખાતા લક્ષ્મીપુરા પોલીસ મથકની હદમાં આવેલા શાંતમ રેસિડેન્સીમાં રાજેશભાઇ પટેલ પત્ની અને જોડિયા 18 વર્ષના પુત્રો રૂપેન અને રિહાન સાથે રહે છે. રાજેશભાઇ પટેલ અને તેમનાં પત્ની આણંદ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શાળાની સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે. સોમવારે સમી સાંજે જોડિયા પુત્રો રૂપેન અને રિહાને પોતાના સ્ટડી રૂમમાં અલગ-અલગ નેપ્કિનથી પંખાના હૂક પર મોતનો માંચડો તૈયાર કરી ફાંસો ખાઇ લીધો હતો.  
 
સાંજે નોકરી ઉપરથી ઘરે આવેલાં માતા-પિતાએ બંને પુત્રોને સ્ટડી રૂમમાં ફાંસો ખાધેલી હાલતમાં જોતાં સ્તબ્ધ થઇ ગયા હતા. જોકે આ દરમિયાન રિહાનના ગળામાંથી ગાળિયો છૂટી જતાં તે નીચે પડી ગયો હતો અને બચી ગયો હતો. તેમનો રોકકળનો અવાજ સાંભળી એપાર્ટમેન્ટના લોકો દોડી ગયા હતા અને પંખા પર લટકેલા બીજા ભાઇને નીચે ઉતારી બંનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ બે પૈકી રૂપેનને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બેભાન રિહાનની ઘનિષ્ઠ સારવાર શરૂ કરી હતી.  પોલીસ તપાસમાં જોડિયા ભાઇઓ રૂપેન અને રિહાન કારેલીબાગ વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં ધો-12 સાયન્સમાં અભ્યાસ કરે છે અને છેલ્લા બે દિવસથી તેમની નીટની પરીક્ષા ચાલતી હતી. પરીક્ષા આપીને ઘરે આવ્યા બાદ બંને ભાઇએ ફાંસો ખાઇ લીધો હતો.