સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 30 નવેમ્બર 2019 (11:48 IST)

કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના પીએના સીસીટીવી ફૂટેજ ગૂમ થતાં હાઈકોર્ટ ખફા

ધોળકા વિધાનસભામાંથી પાતળી સરસાઇ સાથે જીતેલા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન કરાઇ હતી. સુનાવણી દરમિયાન અરજદાર તરફથી એવી રજૂઆત કરાઇ હતી કે, મતગણતરી મથકમાં ગણતરી વખતે ચુડાસમાના પીએ મહેતા વારંવાર ત્યાં ફરી રહ્યા હતા તેના સીસીટીવી ફૂટેજ ફરીથી કોર્ટ સમક્ષ દર્શાવવા માગણી કરી હતી. જો કે આ ફૂટેજ ગુમ થઇ ગયા હોવાની જાણ થતાં કોર્ટે નારાજગી દર્શાવી હતી.

અશ્વિન રાઠોડ તરફથી કરાયેલી ઇલેક્શન પિટિશનમા એવી રજૂઆત કરાઇ હતી કે, મતગણતરી થતી હતી તે સમયે ભૂપેન્દ્રસિંહના પીએ મહેતા ત્યાં વારંવાર આંટા મારી રહ્યા હોવાના સીસીટીવી ફૂટેજ છે તે ફરીથી કોર્ટમાં દર્શાવવા જોઇએ. આ અંગે તપાસ થતાં જાણવા મળ્યું હતું કે, ફૂટેજની સીડી ગુમ થઇ ગઇ છે. સીડી ગુમ થવા મામલે હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. જોક ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના વકીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, સમય આવશે ત્યારે તેનો જવાબ રજૂ કરશે. મતગણતરી સમયના સીસીટીવી ફૂટેજ કોર્ટમાં દર્શાવવામાં આવ્યા હતા જેને આધારે ધવલ જાની અને અન્યોની ઓળખ કરાઇ હતી. પરંતુ તે સમયે હાઇકોર્ટે અન્ય સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઇને ધવલ જાનીની ભૂમિકા વિશે સરકાર પાસે જવાબ માગ્યો હતો. મતગણતરીમાં ધવલ જાની સહિત મહેતા પણ હતા.