બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:44 IST)

NRC અને CAAના વિરોધમાં દુકાનો બંધ, પોસ્ટરો લાગ્યા, બંધની આંશિક અસર

સીએએ, એનઆરસી અને એનપીઆર દેશના સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની વિરુદ્ધમાં હોઈ રાષ્ટ્રીય સંગઠનોએ 29 જાન્યુઆરી, બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને પગલે આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેની આંશિક અસર સુરતમાં જોવા મળી છે. એનઆરસી અને સીએએના વિરોધમાં ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રાખવામાં આવી છે અને દુકાનો પર બંધના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે. એનઆરસી અને સીએએ કાયદાના વિરોધમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં પણ વિરોધમાં જોડાવાનો નિર્ણય કરતા વર્સેટાઈલ માઈનોરીટીઝ ફોરમ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં શહેરના રાજમાર્ગ વિસ્તારમાં દુકાનો ધરાવતા સેંકડો વેપારીઓ પૈકી કેટલાંકે પોતાની દુકાનની બહાર પોસ્ટર લગાવ્યા છે. જેમાં લખ્યું છે કે તા.29મી જાન્યુઆરીએ સીએએ-એનઆરસી કાયદાના વિરોધમાં દુકાન બંધ રહેશે. જોકે, તમામ વેપારીઓએ આ મુદ્દે સમર્થન જાહેર કર્યુ નથી. સિટી વિસ્તારમાં આવેલા રિટેઈલર્સે આ બંઘમાં સમર્થન નહીં આપવાનો પણ નિર્ણય કર્યો છે. ભારત બંધના એલાન અને ભાગાતળાવ, ચોકબજાર, ભાગળ વિસ્તારમાં દુકાનો બંધ રખાઈ હોવાના પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સીએએ, એનઆરસી અને એનપીઆર દેશના સંવિધાન, લોકશાહી અને સર્વધર્મ સમભાવની વિરુદ્ધમાં હોઈ રાષ્ટ્રીય સંગઠનોએ 29 જાન્યુઆરી, બુધવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેને અમદાવાદના મુસ્લિમ સંગઠનોએ ટેકો આપ્યો છે અને સ્વૈચ્છિક બંધ પાળવાની અપીલ શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કરી છે. તેમણે કહ્યું કે, બંધ કરાવવા કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં ન આવે અને સરકારી મિલકતોને પણ નુકસાન ન પહોંચે તેમજ તેના રક્ષણની જવાબદારી આપણી હોવાથી શાંતિપૂર્ણ રીતે બંધ પાળવા અને ટોળાશાહી કે હિંસાથી દૂર રહેવા અપીલ કરાઈ છે.