ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જાન્યુઆરી 2020 (11:18 IST)

ગ્લોબલ પોટેટો કોન્કલેવ ૨૦૨૦: સુગરલેસ બટાટાનું ઉત્પાદન થાય તેવી ખેતી માટેના સંશોધન કરવા કૃષિ સંશોધકોને આહવાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફતે ગુજરાતના ગાંધીનગરમાં ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનને સંબોધન કર્યું હતું. અગાઉ બે ત્રીજા વૈશ્વિક બટાટા સંમેલનનું આયોજન વર્ષ 1999 અને વર્ષ 2008માં થયું હતું. આ કોન્ક્લેવનું આયોજન ઇન્ડિયન પોટેટો એસોસિએશન (આઇપીએ) ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ, નવી દિલ્હી અને આઇસીએઆર-સેન્ટ્રલ પોટેટો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલા અને ઇન્ટરનેશનલ પોટેટો સેન્ટર (સીઆઇપી), લિમા, પેરુ સાથે જોડાણમાં કરે છે. દુનિયાભરનાં વૈજ્ઞાનિકો, બટાટાનાં ખેડૂતો અને અન્ય હિતધારકો વૈશ્વિક બટાટા સંમેલનમાં એકમંચ પર આવે છે અને આગામી થોડાં દિવસોમાં ખાદ્ય પદાર્થો અને પોષક દ્રવ્યોની માગ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ પાસાં પર ચર્ચા કરે છે.
 
આ સંમેલનને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ત્રીજા સંમેલનની મુખ્ય વાત એ છે કે બટાટા સંમેલન, કૃષિ નિકાસ અને પોટેટ ફિલ્ડ ડે એકસાથે ઉજવવામાં આવે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ફિલ્ડ ડે નાં દિવસે 6,000 ખેડૂતો ખેતરમાં જાય છે એ પ્રશંસનીય બાબત છે. ત્રીજુ વૈશ્વિક બટાટા સંમેલન ગુજરાતમાં યોજાયુ  એ મહત્ત્વપૂર્ણ બાબત છે, કારણ કે ગુજરાત બટાટાનાં ઉત્પાદન અને ઉત્પાદકતામાં દેશનું ટોચનું રાજ્ય છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે છેલ્લાં 11 વર્ષમાં ભારતમાં બટાટાનાં વાવેતર વિસ્તારમાં આશરે 20 ટકાનો વધારો થયો છે, ત્યારે આ જ ગાળામાં ગુજરાતમાં એમાં આશરે 170 ટકાનો વધારો થયો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ માટે મુખ્યત્વે નીતિગત પહેલો અને નિર્ણયો જવાબદાર છે, જે રાજ્યને આ દિશામાં દોરી જાય છે. રાજ્યમાં વાવતેર માટે ફુવારા અને ટપક સિંચાઈ પદ્ધતિ જેવી કૃષિની અદ્યતન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે, અહીં કોલ્જ સ્ટોરેજની શ્રેષ્ઠ સુવિધાઓ છે અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ સાથે સારું જોડાણ ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે ગુજરાત રાજ્યમાં મોટી પોટેટો પ્રોસેસિંગ કંપનીઓ ધરાવે છે અને મોટા ભાગનાં બટાટાનાં નિકાસકારો ગુજરાતમાં સ્થિત છે. એના પરિણામે દેશમાં રાજ્ય બટાટાનું મુખ્ય કેન્દ્ર બની ગયું છે.
 
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એમની સરકારે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનાં લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે, જે માટે ઝડપથી પગલાં લઈ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, ખેડૂતો અને સરકારી નીતિનો સુભગ સમન્વય થવાથી ભારત દુનિયામાં ઘણી દાળ અને અન્ય ખાદ્ય ચીજવસ્તુઓનાં ઉત્પાદનમાં ટોચનાં 3 દેશોમાં સ્થાન ધરાવે છે. તેમણે સરકારે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને દરેક સ્તરે પ્રોત્સાહન આપવા એમની સરકારે લીધેલા પગલાં વિશે પણ જણાવ્યું હતું, જેમ કે આ ક્ષેત્રમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી, મૂલ્ય સંવર્ધનમાં મદદ અને પ્રધાનમંત્રી કિસાન સમ્પદા યોજના દ્વારા વેલ્યુ ચેઇન ડેવલપમેન્ટ.
 
ચાલુ મહિનાની શરૂઆતમાં એક નવો રેકોર્ડ થયો હતો અને 6 કરોડ ખેડૂતોનાં બેંક ખાતામાં સીધા રૂ. 12,000 કરોડ હસ્તાંતરિત થયા હતા. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, એમની સરકારની પ્રાથમિકતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વચેટિયાઓ અને અન્ય સ્તરો ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર કૃષિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન પણ આપી રહી છે, જેથી સ્માર્ટ અને સચોટ ખેતી માટે ખેડૂતોનો ડેટાબેઝ અને એગ્રિ સ્ટેક્સની જરૂર છે, જેનો ઉપયોગ થઈ શકશે.
 
પ્રધાનમંત્રીએ વિજ્ઞાનીઓને અદ્યતન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બ્લોક ચેઇન, ડ્રોન ટેકનોલોજી દ્વારા કૃષિમાં વિવિધ સમસ્યાઓનું સમાધાન પૂરું પાડવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિજ્ઞાની અને નીતિનિર્માતાઓના સમુદાયની જવાબદારીએ જોવાની છે કે, કોઈ ભૂખ્યું ન રહે કે કોઈ કુપોષિત ન રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઇ રહેલી ગ્લોબલ પોટેટો કોન્કલેવ-ર૦ર૦નો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે કહ્યું કે બટાટાના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં અગ્રેસર છે. તેમણે એમ પણ ઉમેર્યુ કે, બટાટાની કુલ ૪ લાખ ટનની નિકાસમાં ગુજરાત એકલું ૧ લાખ ટન જેટલો હિસ્સો આપે છે. 
 
વિજય રૂપાણીએ જણાવ્યું કે, વિશ્વમાં બદલાતી જતી ખાન-પાન પદ્ધતિ અને પ્રોસેસ્ડ ફૂડની વધતી માંગ સામે બટાટા ઉત્પાદનમાં વેલ્યુએડીશન અને અદ્યતન પાક પદ્ધતિની જરૂરિયાત આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે, વિશ્વના વિવિધ દેશોના બટાટા ઉત્પાદકો-પ્રોડયુસરોનું આ ગ્લોબલ કોન્કલેવમાં થનારૂં વૈચારીક આદાન-પ્રદાન ઉપયુકત બની રહેશે. મુખ્યમંત્રીએ ગુજરાતમાં યોજાઇ રહેલી આ કોન્કલેવ રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે તેમ સ્પષ્ટપણે જણાવતા ઉમેર્યુ કે, અગાઉ માત્ર શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાતા બટાટામાંથી હવે ફ્રેન્ચ ક્રાઇસ, પોટેટો ચિપ્સ, કયુબ્સ ગ્રેન્યુઅલ જેવી વસ્તુઓ પણ બનતી થવાથી વેલ્યુએડીશન ગ્લોબલ માર્કેટ મળ્યું છે. 
 
તેમણે ગુજરાતના બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં બટાટા પાકના વિપૂલ ઉત્પાદનની વિગતો આપતાં કહ્યું કે, બટાટાની ખેતીમાં માઇક્રો ઇરીગેશન અંતર્ગત ૧.૧૮ લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે. રાજ્યમાં પાછલા દોઢ દશકમાં બટાટાનું ઉત્પાદન ૮ ગણું વધી ગયું છે. ૬ લાખ મેટ્રિક ટનથી આ ઉત્પાદન ૩૭ લાખ મે.ટન પર પહોચ્યું છે. તેમણે રાજ્યના ખેડૂતોની પડખે ઊભી રહેતી સંવેદનશીલ સરકારે બટાટા ઉત્પાદકોને કુલ ર૩ લાખ મે.ટનથી વધુ ક્ષમતાના કોલ્ડ સ્ટોરેજ તથા વાહતુક સબસિડી પેટે રૂ. ૨૬.૬૬ કરોડ આપ્યા છે. વિશ્વમાં ઘઉં અને ચોખાની ખપત બાદ બટેટાની ખપત સૌથી વધુ છે અને બટેટા શાકભાજીમાં સામંજસ્ય-સમરસતાનું આગવું ઉદાહરણ છે.