રાજ્યમાં આવતીકાલથી માસ્ક ન પહેરનારને રૂપિયા 1000 દંડ ફટકારાશે
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62,064 જેટલા નવા કેસ નોંધાયા છે. તો છેલ્લા 24 કલાકમાં કુલ 1007 લોકોના મોત સાથે અત્યાર સુધી દેશમાં કુલ 44,386ના મોત થયા છે. જો કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 54,859 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે દેશમાં કુલ 15,35,743 જેટલા દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. જ્યારે કુલ 6,34,945 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. મહત્વનું છે કે, દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,45,83,558 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યની વડી અદાલતે આપેલા ચુકાદાનો રાજ્યમાં આવતીકાલથી અમલ કરવામાં આવશે. તદનુસાર મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જાહેર કર્યું છે કે રાજ્યમાં આવતીકાલ એટલે કે 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.
તેમણે રાજ્યના સૌ નાગરિકોને અપિલ કરી છે કે આગામી જન્માષ્ટમી સહિતના તહેવારોમાં બહાર નીકળીને ભીડ ભાડ ના કરે કેમકે કોરોના સંક્રમણ આવી ભીડભાડથી વ્યાપક ફેલાય છે. તેથી આવા સંક્રમણને અટકાવવા સૌ નાગરિકો ઘરમાં જ રહી ને તહેવારો માનવે તેવો અનુરોધ પણ મુખ્યમંત્રીએ કર્યો છે.