ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 31 માર્ચ 2021 (16:35 IST)

કોરોના વાયરસે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર કરી અસર, જીપીએસસીની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર

રાજયમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ હજુ યથાવત છે. આ ઘાતક મહામારીની અસર શાળા-કોલેજોની પરીક્ષાઓ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પર પણ પડી રહી છે. વકરતાં કોરોનાની અસરથી ફરી એકવાર સરકારી ભરતીની પ્રક્રિયા પર પડી છે. પરિણામે એપ્રિલ અને મે માસમાં લેવાનારી પરીક્ષાઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેને લઈને GPSCએ નવી તારીખો જાહેર કરી છે. વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3 માટે GPSC દ્વારા નવી તારીખે પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે.GPSC દ્વારા 4 એપ્રિલથી 23 મે દરમિયાન યોજાનારી જુદી જુદી 10 ભરતી પ્રક્રિયાની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2ની પરીક્ષા હવે 18 એપ્રિલે યોજાશે. નાયબ મામલતદાર અથવા સેક્શન અધિકારીની પરીક્ષાની તારીખ 9 મેના રોજ યોજાશે. આ ઉપરાંત સિક્યુરીટી સુપરવાઈઝરની પરીક્ષા 23 મેના રોજ યોજાશે. મદદનીશ ઈજનેરની પરીક્ષાઓ 6 જૂનના રોજ લેવાશે. કુલ મળી 10 પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરાયો છે. જેમાં વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ની પરીક્ષા યોજાઈ રહી છે.ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. રાજ્યમાં સોમવારે સતત ચોથા દિવસે 2200થી વધુ 2220 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 16 ડિસેમ્બર બાદ પહેલીવાર 8 લોકોના મોત થયા હતા. આમ સાડા ત્રણ મહિના બાદ 10 દર્દીના મોત થયા હતા. તેમાં સૌથી વધુ અમદાવાદમાં 5, સુરતમાં 4 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું હતું. આ સાથે મૃત્યુઆંક 4510એ પહોંચ્યો છે. જ્યારે સુરતમાં 644 અને અમદાવાદમાં 613 નવા કેસ નોંધાયા હતા. તેમજ 1988 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા હતા.