શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 11 જૂન 2020 (11:08 IST)

ગુજરાતમાં જંગલી ભૂંડને બોમ્બ વડે મારવાનું કાવતરું, સાતની ધરપકડ

કેરળમાં હાથણીની હત્યાનો મામલો હજુ ખતમ થયો નથી અને ગુજરાતમાંથી એક એવા સમાચાર આવ્યા છે જેથી લોકોનો ગુસ્સો વધી ગયો છે. ગુજરાત વન વિભાગે ફટાકડા આધારિત તાત્કાલિક વિસ્ફોટકોનો ઉપયોગ કરીને જંગલી ભૂંડોને મારવાના નાપાક ઈરાદાને નિષ્ફળ કરી દીધો છે અને આ મામલે સાત શિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર શિકારીઓને તાપી જિલ્લામાં ખેરવાડા રેંજના અંતગર્ત એક સંરક્ષિત જંગલમાંથી પકડી લેવામાં આવ્યા છે. 
 
રેંજના વન અધિકારી એચઆર જાદવે કહ્યું કે વન અધિકારીઓને ફટાકડાના તાર બોમ્બ, તમાકૂના ડબ્બામાંથી બનેલી ધાતુની ચાદરો, રમકડાંની બંદૂકમાં રોલ કેપ અને શિકારીઓને પાસેથી ચિકન કબજે કરી લીધા હતા. 
 
એચઆર જાદવએ જણાવ્યું કે 'અમારી પેટ્રોલિંગ કરનાર ટુકડીએ મંગળવારે સુરક્ષિત જંગલની અંદર કેટલાક સંદિગ્ધ વ્યક્તિને જોયા. અમે જ્યારે તેમને પડકાર ફેક્યો, તો તેમાંથી પાંચ પોતાની બાઇક લઇને ભાગી ગયા, જ્યારે બે વિસ્ફોટક અને અન્ય સામગ્રી સાથે પકડી ગયા હતા. પછી અમે અન્ય પાંચને પણ આગામી સવરે પકડી લીધી. 
 
એચઆર જાદવે કહ્યું કે શિકારીએ સ્વિકાર કર્યો કે તેમણે વિસ્ફોટકોનો ઉપયોગ કરીને જંગલી સૂઅરોને મારવાની યોજના બનાવી હતી. તે પોતાના માંસ માટે જંગલી ભૂંડને મારવા માંગતા હતા અને બજારમાં વેચવાની તેમની યોજના ન હતી.