ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (20:42 IST)

ગુજરાતમાં કોરોનાને સારા સમાચાર, મૃતકોની સંખ્યામાં થયો ઘટાડો, રિકવરી રેટમાં સતત વધારો

Corona update Gujarat, ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 11,017 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 15,264 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 5,78,397 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 80.94 ટકાએ પહોંચ્યો છે. 
રાજ્યમાં આજે કોરોનાના નવા 11,017 દર્દીઓ નોંધાયા છે. રાજ્યમાંથી 15,264 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ 80.94 ટકા પર પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 5,78,397 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,27,483 એક્ટિવ દર્દી છે, જે પૈકી 804 લોકો વેન્ટિલેટર પર છે અને 1,26,679 લોકો સ્ટેબલ છે.  5,78,397 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8731 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 102 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 5, વડોદરા કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 3 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 3, વડોદરા 4, મહેસાણા 4, રાજકોટ 3, સુરત 5, જુનાગઢ 5, અમરેલી 2, બનાસકાંઠા 3, પંચમહાલ 3, જામનગર 3, આણંદ 1, ભરૂચ 2, ગીર સોમનાથ 1, ખેડા 2, કચ્છ 4, મહિસાગર 2, ગાંધીનગર 2, પાટણ 1, સાબરકાંઠા 1, દેવભૂમિ દ્વારકા 1, અરવલ્લી 1, વલસાડ 1, દાહોદ 1, અને મોરબી 1 એમ આ સાથે રાજ્યમાં કુલ 102 દર્દીઓના મોત થયા છે.