ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 ઑક્ટોબર 2021 (17:19 IST)

કર્ફ્યૂ ભંગના કેસ, ડીસીપી મકરંદ ચૌહાણે શહેરમાં 213 કર્ફ્યૂ ભંગના ગુના દાખલ કર્યા

અમદાવાદમાં એક જ રાતમાં ગુજરાતના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ નોંધાયા, સિંધુ ભવન રોડ પર DCPએ સપાટો બોલાવ્યો, ડીસીપી મકરંદ ચૌહાણે શહેરમાં 213 કર્ફ્યૂ ભંગના ગુના દાખલ કર્યા 
 
શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન લોકો વગર કારણે બહાર ફરતા હોય છે
 
સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કર્ફ્યૂ ભંગના કેસ અમદાવાદ શહેરમાં માત્ર 6 કલાકમાં નોંધાયા હતા. અમદાવાદના ડીસીપી મકરંદ ચૌહાણની નાઈટ દરમિયાન શહેરમાં રાતે 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીના સમયમાં 213 કેસ કર્ફ્યૂ ભંગના દાખલ થયા છે. જેમાં સૌથી વધુ સિંધુ ભવન રોડ પર લોકોએ કર્ફ્યૂના નિયમનું ઉલઘન થયું હોવાનું સામે આવ્યું છે.
 
લોકો નિયમ પાલન ન કરતા નથી એટલે કાર્યવાહી
સમગ્ર રાજ્યમાં કર્ફ્યૂના નિયમનો કડક અમલ થઈ રહ્યો છે. નિયત સમય મર્યાદામાં દરેકને નિયમનું પાલન કરવાનું હોય છે. પણ કેટલાક લોકો આ નિયમનું પાલન કરતા નથી ત્યારે પોલીસ કાર્યવાહી કરવી પડે છે. આ બધાની વચ્ચે અમદાવાદના એક ડીસીપીએ નાઈટ દરમિયાન સમગ્ર રાજ્યના રેકોર્ડ બ્રેક કર્ફ્યૂ નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરી છે.
 
કર્ફ્યૂમાં રખડતાં લોકો સામે કાર્યવાહી
આ અંગે  ઝોન 3ના ડીસીપી મકરંદ ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર શહેરમાં કર્ફ્યૂના સમય દરમિયાન જે લોકો વગર કારણ બહાર ફરી રહ્યા હતા. તેમની સામે કાર્યવાહી કરી છે. કુલ 213 કેસ એક જ રાતમાં અમદાવાદ શહેરમાં કર્યા છે.