શનિવાર, 1 ઑક્ટોબર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified શુક્રવાર, 28 જૂન 2019 (13:02 IST)

દાહોદમાં પ્રેમની તાલિબાની સજા પરિણીત પ્રેમિકાના પ્રેમીને નગ્ન કરી માર્યો માર

ગુજરાતના દાહોદમાં આવેલાં એક ગામમાં ગ્રામજનોએ પ્રેમી પંખીડાને તાલિબાની સજા ફટકારી હતી. ગ્રામજનોએ ભેગાં મળીને પરિણીત પ્રેમિકાના પ્રેમીને રસ્સી વડે બાંધી ઢોર માર માર્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત દાહોદમાં આવેલા એક ગામમાં પ્રેમી પંખીડા એક મહિના અગાઉ નડિયાદથી ફરાર થઈ ગયા હતા. જો કે ગ્રામજનોએ તેમને શોધીને પકડી લીધા હતા. અને પછી જાહેરમાં બાંધીને ઢોર માર મારી પ્રેમીને માર મારતો વીડિયો પણ ઉતારી વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસે આ મામલે પ્રેમિકાના પતિની ધરપકડ કરી હતી. અને પ્રેમી યુગલને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.25મી તારીખે યુવતીનો પતિ સમાધાન કરવાનું કહીને પત્નીને તેની સાથે લઈ ગયો હતો. જે બાદમાં યુવતીને તેના માતાપિતાના ઘરે મોકલી દેવામાં આવી હતી. બીજા દિવસે યુવતીના પતિએ વહેલી સવારે ઇડરથી યુવકને ઉઠાવી લીધો હતો અને તેને સુખસર ગામ ખાતે લાવવામાં આવ્યો હતો. યુવતીને પણ તેના માતાપિતાના ઘરેથી અહીં લાવવામાં આવી હતી. બાદમાં ગામલોકો એકઠા થયા હતા અને બંનેને ઢોર માર મારવામાં આવ્યો હતો. યુવકને નગ્ન કરીને માર મરાયો હતો. એટલું જ નહીં યુવતીને તેના ખભે બેસાડીને ગામમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. એક દિવસ સુધી બંનેને ગામમાં જ ગોંધી રાખવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે એક વર્ષ પહેલા યુવક અને યુવતીની મુલાકાત એક લગ્ન પ્રસંગે થઈ હતી. બાદમાં બંને વચ્ચે ફોનમાં વાતચીત શરૂ થઈ હતી. બંને પ્રેમમાં એટલા ગળાડૂબ થયા હતા કે યુવતીને બે સંતાનો હોવાનું જાણવા છતાં યુવક તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો હતો.