1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 10 એપ્રિલ 2021 (11:46 IST)

હર્ષલ પટેલને છોડીને દુ:ખી થશે દિલ્હી કૈપિટલ્સ, ઝડપી બોલર બોલ્યો - વિરાટ કોહલીએ કર્યો વિશ્વાસ

રૉયલ ચેલેજર્સ બૈગલોર (Royal Challengers Bangalore) ના ઝડપી બોલર હર્ષલ પટેલ (Harshal Patel) એ આઈપીએલ 2021 ના પ્રથમ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસ  (Mumbai Indians) વિરુદ્ધ ધમાલ મચાવી દીધી. મેચમાં પાંચ વિકેટ લેનારા હર્ષલ પટેલે રોમાંચક મુકાબલામાં વિજયી રન પણ જોડ્યો.  આરસીબીના કપ્તાન વિરાટ કોહલીએ આ મેચમાં હર્ષલ પટેલ પર વિશ્વાસ બતાવતા ઝડપી બોલર નવ દીપ સૈની પર વિશ્વાસ બતાવ્યો અને પટેલ તેમની આશાઓ પર ખરા ઉતર્યા. આ વખતે આઈપીએલ હરાજી 2021 થી પહેલા દિલ્હી કૈપિટલ્સે પટેલને મુક્ત કરી દીધો હતો.  ત્યારબાદ હરાજીમાં રોયલ ચૈલેજર્સે બૈગલોરે આ બોલરને 20 લાખ આપીને ખરીદી લીધો. કોહલી આ બોલરની પ્રતિભાથી ખૂબ પ્રભાવિત છે અને તેમણે કહ્યુ કે હર્ષલ પટેલ અમારા ડેથ ઓવર બૉલર થવાના છે. 
 
બીજી બાજુ મેન ઓફ ધ મેચ હર્ષલ પટેલે કહ્યુ, જ્યારે આરસીબીએ મને લીધો તો જણાવ્યુ કે હુ તેમની યોજનાનો એક ભાગ છુ. હુ ખૂબ ખુશ છુ કે હુ તેમના વિશ્વાસ પર ખરો ઉતર્યો. મને ખબર નહોતી કે હુ મુંબઈ વિરુદ્ધ પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર છુ. હુ પહેલીવાર પાંચ વિકેટ લીધા અને તે પણ મુંબઈ વિરુદ્ધ મેળવ્યા એટલે વિશેષ છે.  બીજી બાજુ કોહલીએ કહ્યુ, પટેલે પોતાની ભૂમિકાને ખૂબ જ વ્યવસ્થિત ઢંગથી નિભાવી છે. તે અમારી ડેથ ઓવર બૉલર થવાના છે. હર્ષલ પટેલના આવવાથી ટીમને મજબૂતી મળી છે.