શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 1 એપ્રિલ 2021 (08:35 IST)

“ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જણાવ્યું હતું કે, “ધોલેરા-સર” એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઅલ રિજિયન બનશે. તેમણે ઉમેર્યું હતું કે, ધોલેરાના ખાસ ઝોન  સુધી પહોંચવા માટેના છ-માર્ગીય હાઇવેનું બાંધકામ આગળ ધપી રહ્યું છે અને ધોલેરા-સરની અંદર પણ સિમેન્ટ-કોંક્રિટના માર્ગો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. 
 
ઉપરાંત અહીંના દરિયાઇ ખારા પાટને ધ્યાને રાખીને ડિસેલિનેશન પ્લાન્ટ મારફત ખારા પાણીને મીઠું કરવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 
 
તેમણે ઉમેર્યું હતું કે ધોલેરાને હવાઇ-સડક-રેલવે કનેક્ટીવીટીથી જોડવા માટે એરપોર્ટ- રેલવે લાઇન માટે જમીન સંદર્ભની કાર્યવાહી પણ ચાલી રહી છે. ધોલેરા-સરમાં પોતાના એકમ સ્થાપવા માટે ૨૧ ઉદ્યોગોએ MoU કરેલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.