શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 ઑગસ્ટ 2023 (11:17 IST)

રાજકોટથી ઈન્દોરની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ

Rajkot To indore Flight- રાજકોટથી ઇન્દોર ફ્લાઈટની શરૂઆત થઈ છે. 21 ઓગસ્ટે  સવારે 8.30 વાગ્યે ઈન્ડિગોની ફ્લાઈટ ઈન્દોરથી રાજકોટ એરપોર્ટ પર પહોંચી હતી. જ્યાં તેનું વોટર કેનનની મદદથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને પછી આ ફ્લાઈટ પરત રાજકોટથી ઈન્દોર જવા માટે ફરી ઉડાન ભરી હતી. ઉલ્લેખનીય છે કે, આ ફ્લાઈટ શરૂ થતાંની સાથે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વેપારીઓ અને લોકોને ફાયદો થશે. 
 
3 જુલાઈથી રાજકોટ પુણેની નવી ફ્લાઈટ શરૂ થઈ હતી. આ ફ્લાઈટ પુણેથી સવારે 7.30 કલાકે ઉડાન ભરીને 9 વાગ્યે રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થતાં તેનું પણ વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
 
રાજકોટ-ઈન્દોર વચ્ચે ફ્લાઈટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપારીઓને લાભ થશે. કારણ કે, વેપારીઓ અને વિદ્યાર્થીઓને અત્યાર સુધી પુણે અને ઈન્દોર જવામાં વાયા મુંબઈની ફ્લાઈટ લેવી પડતી હતી.