રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 29 જાન્યુઆરી 2019 (12:17 IST)

અમદાવાદ ગાંધીનગર વચ્ચે એસટીની 40 જેટલી ઈલેક્ટ્રીક બસો દોડશે.

અમદાવાદ-ગાંધીનગર જતા આવતા મુસાફરોને વધારે સુવિધા મળે તે હેતુથી ઇલેક્ટ્રિક બસો દોડાવવાનું નક્કી થયુ છે. આ સંદર્ભે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે એસટી બસ સર્વિસમાં 40 ઈ-બસ મુકાશે. હાલ કુલ 80 બસો અમદાવાદ-ગાંધીનગર વચ્ચે દોડે છે જે પૈકી 50 ટકા બસો ઇલેક્ટ્રિક થઇ જશે.
ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થઇ શકે છે જેથી હાલ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ઇલેક્ટ્રિક બસનો નિર્ણય લેવાયો છે. આ બસોના ચાર્જિંગ માટે એસટી ડેપોમાં ચાર્જિંગ સ્ટેશન પણ ઊભાં કરાશે. આ જ રીતે ઓલા, ઉબેર અને અન્ય સંચાલકો સાથે બેઠક યોજી તેમને પણ સિટી સર્વિસમાં ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવા જણાવાયું છે.
ટૂંકા અંતરમાં ઇલેક્ટ્રિક વાહનોનું સંચાલન સારી રીતે થાય તે હેતુસર રાજ્ય સરકાર હવે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરવા માટેનું માળખું તૈયાર કરવાનું વિચારી રહી છે. ખાનગી ઇલેક્ટ્રિક વાહનો માટે શહેરોમાં અને હાઇવે પર સ્ટેશનો ઊભા કરવાની સાથે બેટરી રિપ્લેસમેન્ટ સહિતની વ્યવસ્થા ઊભી કરાશે.અને આવનજાવન કરતા મુસાફરોને કોઈ તકલીફ પડશે નહી. ટુંક સમયમાં આ સેવા શરૂ થઈ જશે.
 

 
 
 
Attachments area