ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ભુજ, , મંગળવાર, 19 નવેમ્બર 2024 (08:55 IST)

કચ્છમાં ભૂકંપના ઝટકા, રાત્રે સવા આઠ વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો

earthquake
કચ્છ જિલ્લામાં સોમવારે રાત્રે રિક્ટર સ્કેલ પર 4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) એ આ માહિતી આપી છે.
 
જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ધરતીકંપની પ્રવૃત્તિને કારણે આ વિસ્તારમાં કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાન થયાના કોઈ અહેવાલ નથી. 
 
કચ્છની ધરા ફરી ધ્રૂજી ઊઠી. ગઈકાલે રાત્રે સવા આઠ વાગ્યે 4ની તીવ્રતાનો આંચકો આવ્યો. રાપરથી 26 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું. વાગડ વિસ્તારના અનેક ગામોમાં ભૂકંપની અસર જોવા મળી. લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા.
 
ગાંધીનગર સ્થિત આઇએસઆરએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે 8.18 વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્રબિંદુ કચ્છ જિલ્લાના રાપર શહેરથી 26 કિમી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમમાં હતું. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (જી. એસ. ડી. એમ. એ.) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં છેલ્લા 200 વર્ષમાં નવ મોટા ભૂકંપ આવ્યા છે.