બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 17 મે 2021 (07:54 IST)

સોમવાર વહેલી સવારે ગુજરાતની ધરા ધ્રૂજી, અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતના રાજકોટમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.8 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર આજે વહેલી સવારે 3:37 વાગે ભૂકંપના આંચકાથી રાજકોટના દક્ષિણી વિસ્તારમાં ધરા ધ્રૂજી ઉઠી હતી. રાજુલા જાફરાબાદ તાલુકામાં વહેલી સવારે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. 
 
આ પહેલાં શનિવારે પૂર્વોત્તરનું રાજ્ય મણિપુર ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠ્યું હતું. શનિવારે સવારે 10:12 વાગે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના અનુસાર ભૂકંપનું કેંદ્ર ઉખરૂલમાં હતું. ભૂકંપના આ આંચકાના લીધે કોઇપણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.